ETV Bharat / state

મહીસાગરના ગોધર ગામે લોકડાઉનનું ચુસ્તપણે થઇ રહ્યું છે પાલન

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા નોટિસ બોર્ડ મૂકી ગામ સિવાયની કોઇ વ્યક્તિએ ગામમાં પ્રવેશ પર મનાઇ કરી સરકારના દિશા નિર્દેશોનું પાલન કરી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

મહિસાગરના ગોધર ગામે લોકડાઉનનું ચુસ્તપણે થઇ રહ્યુ છે પાલન

author img

By

Published : May 7, 2020, 5:23 PM IST

મહીસાગરઃ કોરોના વાઇરસ (COVID-19) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. આ મહામારીની વ્યાપક અસરને ધ્યાને લઇ સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અનેક વિધ પગલાઓ લઇ કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીએ જ સલામતીના સઘન પ્રયાસો આદર્યા છે. જેમાં કોરોનાને નાથવા લોકડાઉનએ શ્રેષ્ઠ ઉપાય છે.

મહિસાગરના ગોધર ગામે લોકડાઉનનું ચુસ્તપણે થઇ રહ્યુ છે પાલન
મહિસાગરના ગોધર ગામે લોકડાઉનનું ચુસ્તપણે થઇ રહ્યુ છે પાલન

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર (પશ્ચિમ) ગામના રાજપુત યુવાનોએ કોરોના સંક્રમણને અટકાવવા અને ગામને આ કોરોના સંકટથી બચાવવા ગામલોકો સાથે ચર્ચા-વિચારણા કરી સરકારના દિશા નિર્દેશોનું પાલન કરી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

ગામના પ્રવેશ દ્વાર પર નોટિસ બોર્ડ મૂકી ગામ સિવાયની કોઇ વ્યક્તિએ ગામમાં પ્રવેશ પર મનાઇ ફરમાવવામાં આવી છે. ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે. ટુ-વ્હીલર વાહન પર ખોટા આંટા મારતા હોય તો પણ તે સંદર્ભે નાકાબંધી કરવામાં આવી છે. ગામના યુવકોની મદદથી નાકાબંધી કરવામાં આવી છે. ગામમાં કોઈ વ્યક્તિની હેરફેર નજરમાં આવતી નથી. લોકડાઉનનું ચુસ્ત પાલન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જિલ્લા કલેક્ટર આર.બી બારડે અપીલ કરતા જણાવ્યું કે ગોધર (પશ્ચિમ) જેવા ગામો કોરોના સામે મજબૂતાઈથી સરકારની સાથે ઉભા રહી લડાઈ લડી રહ્યા છે. તો તેનું ઉદાહરણ લઈ જિલ્લાના બીજા ગામો પણ આ રીતે લોકડાઉનનું ચુસ્ત પાલન કરશે તેવી કલેક્ટરે આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.