ETV Bharat / state

મહીસાગરના સંતરામપુરમાં ભૃણ હત્યાની ઘટનામાં ચાર મહિલાઓ પૈકી એક મહિલાની ઓળખ - Mahisagar Police Station

મહીસાગર જિલ્લામાં એક યુવતીના ગર્ભમાં રહેલા ભૃણની કેટલીક મહિલાઓ દ્વારા હત્યા કરાઇ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ખુલ્લામાં યુવતીની કૂખમાં રહેલા બાળકનો 4 મહિલાઓ દ્વારા ગર્ભપાત કરાતો દેખાઇ રહ્યો છે. આ ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ ટીમ અને મુખ્ય આરોગ્ય અધિકારીએ તપાસ શરૂ કરી છે.

મહીસાગરના સંતરામપુરમાં ભૃણ હત્યાની ઘટનામાં ચાર મહિલાઓ પૈકી એક મહિલાની ઓળખ

author img

By

Published : Jul 19, 2021, 10:09 AM IST

  • ભૃણ હત્યાના કેસમાં ચાર મહિલાઓ પૈકી એક મહિલાની ઓળખ
  • કાળીબેન સંગાડા ઘટનાસ્થળ પર ભાડે મકાન રાખી રહેતા
  • પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

મહીસાગર : જિલ્લાના સંતરામપુરમાં એક મહિલાના ગર્ભપાતનો વિડીયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ચાર મહિલાઓ ગર્ભવતી મહિલાને ખુલ્લામાં જમીન પર સુવડાવી તેનો ગર્ભપાત કરતી દેખાય છે. જે વિડિયો વાઇરલ થતા રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

પોલીસ ટીમે અને મુખ્ય આરોગ્ય અધિકારીએ સ્થળની મુલાકાત લીધી

આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ ટીમે અને મુખ્ય આરોગ્ય અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળ પર તપાસમાં સ્થળ પરથી ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ પણ મળી આવી છે. આ ઘટનાને અંજામ આપનારી ચાર મહિલાઓ પૈકી એક મહિલાની ઓળખ કાળીબેન સંગાડા તરીકે થઈ છે. કાળીબેન સંગાડા છેલ્લા 15 વર્ષથી સંતરામપુરની પ્રિયલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે અને મૂળ તેઓ નાનીરેલ ગામના વતની છે.
આ પણ વાંચો : સંતરામપુરમાં ગર્ભમાં રહેલા ભૃણની હત્યા મામલે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કાળીબેન સંગાડા ફરાર

ગર્ભપાત કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કાળીબેન સંગાડા ફરાર છે. કાળીબેન સંગાડા સ્થળ પર ભાડે મકાન રાખીને રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ કાળીબેન સંગાડા ફરાર છે. પોલીસ તપાસમાં વીડિયો અને સ્થળ સરખામણીમાં આ વીડિયો હાલની પરિસ્થિતિને અનુરૂપ નથી. પરંતુ અગાઉનો હોય તેમ પોલીસ જણાવે છે.

આ પણ વાંચો : 'માં'વતરની હત્યા : મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો વીડિયો વાઇરલ, બાળ આયોગે આપ્યા તપાસના આદેશ

આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ

આ સમગ્ર બાબતે પોલીસે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ 30 તથા મેડિકલ ટ્રેડમિનેશન ઓફ પ્રેગનન્સી 1971 કલમ 314 B મુજબની ફરિયાદ દાખલ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.