મહીસાગર: વર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે મહીસાગરમાં નાના-મોટા સિનેમાઘરો છેલ્લાં 6 મહિનાથી બંધ પડ્યા છે. જેથી સિનેમાના માલિકોને તેનું નુકસાન વેઠવું પડયું છે. તેવા સમયમાં સિનેમા માલિકો જૂની ફિલ્મો દર્શાવવા સાથે સિનેમાઘર શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક માત્ર આવેલું શક્તિ સિનેમા પણ 23 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. તે અંગે સિનેમા માલિક કમલેશ જયસ્વાલે જણાવ્યું કે, હજી 16 તારીખથી શરૂ થશે કે નહીં તે અને અનિશ્ચિત છે. કારણ કે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર સાથે વાત ચાલી રહી છે અને જૂની ફિલ્મ કે, નવી રિલીઝ કઈ ફિલ્મ મૂકવી તે નક્કી થઈ રહ્યું નથી.
આથી 23 ઓક્ટોબરે સરકારની કોવિડ-19 ગાઈડ લાઈન મુજબ સિનેમા ઘર શરૂ થશે તેવું જાણવા મળ્યું હતું. અત્યારે કોરોનાના ભયને કારણે લોકો ફિલ્મોમાં જોવા આવશે કે, નહીં તે લઈને સિનેમા સંચાલકો હજી પણ સંકોચ અનુભવી રહ્યા છે.