મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાની ઝરમર નદીમાં સુજલામ સુફલામ કેનાલ માંથી પાણી ભરવા માટે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીને પત્ર લખી રજૂઆત કરી હતી.
જે સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ યોજના માટે ભલામણ કરતા 9 કરોડ 37 લાખની આ યોજનાને મંજૂરી મળી ગઇ છે. જેના કારણે હવે ઝરમર નદીમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી પડશે અને તેના લાભથી બાલાસિનોર તાલુકાના ભાંથલા, ઓથવાડ, વડદલા અને નવગામા વગેરે ગામોના વિસ્તારના ખેડૂતોને ખેતી માટે ખૂબ મોટો ફાયદો થશે.
આ યોજનાનો લાભ અંદાજીત 50,000 જેટલી વસ્તીને અને ઓછામાં ઓછા 5 હજાર જેટલા ઢોર ઢાંખરને પાણીની વ્યવસ્થા અને ઘાસચારો મળશે તેમજ આ વ્યવસ્થા થકી ખેડૂતો અને ખેતી સમૃદ્ધ બનશે.