- મહેસાણાની 32 શાળાના 115 વિદ્યાર્થીને ઈન્ટરનલમાં પૂરા ગુણ મળ્યા તો બોર્ડમાં નબળા
- શાળાના પરિણામ ઊંચા દર્શવવા ઈન્ટરનલ ગુણ વધારે મૂકાયા
- બોર્ડમાં નપાસ વિદ્યાર્થીઓને શાળાએ વધુ ગુણ આપ્યા હતા
- શિક્ષણમાં શાળાઓની મોટી બેદરકારી સામે આવી
- શાળાઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યા હતા
મહેસાણાઃ ધોરણ- 10માં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની વિષયવાર 80 ગુણની પરીક્ષા લેવાય છે. તો જે તે વિષયમાં શાળા કક્ષાએથી 20 ગુણના ઈન્ટરનલમાંથી ગુણ મૂકવામાં આવે છે. જોકે, માર્ચમાં લેવાયેલી વિષયવાર 80 ગુણની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને 5 ગુણ પણ ન મળ્યા હોય તેવા જેતે વિષયમાં પાસ-નાપાસ વિદ્યાર્થીઓને શાળાની ઈન્ટરનલ પરીક્ષામાં 16થી 20 ગુણ કેવી રીતે આવ્યા જે બાબતને લઈને સ્કૂલ રેકોર્ડ પદ્ધતિ તપાસ કરવા બોર્ડે આદેશો કર્યા છે, જેમાં એક યાદી મુજબ મહેસાણા જિલ્લાની 32 શાળાઓના 115 વિદ્યાર્થીઓને ગુણ આપવા મામલે શાળામાં ગોટાળો કરાયો હોવાની આશંકાને પગલે રિપોર્ટ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.