વરસાદી સિઝન બાદ બાલાસિનોર શહેર અને આસપાસના ગામમાં, તાવ, શરદી ડેન્ગ્યૂ, ટાઇફોઇડ, કમળો વિગેરેના દર્દીઓ એકાએક વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવવા લાગી છે.શહેરના 300 થી વધુ લોકો તાવ-શરદી, રોગોનો શિકાર બન્યા છે.બાલાસિનોરની KMG હોસ્પિટલમાં હાલમાં,ટાઇફોઇડ, કમળા રોગોનાદર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
મચ્છર અને દૂષિત પાણીથી રોગચાળો વધ્યો છે. તેમજ દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલમાં ઇન્ડોર પેશન્ટની સંખ્યા પણ જે અગાઉ 20 હતી, તેના કરતાં વધીને 40 થી 45 સુધી પહોંચી ગઈ છે. શહેરના સરકારી દવાખાનામાં પણ દર્દીઓની ભીડ અને લાઈનમાં ઊભા રહેતા દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે તાવ-શરદીના લક્ષણો વાળા દર્દીઓ વધારે જોવા મળ્યા છે. તમામ દર્દીઓ KMG હોસ્પિટલના પરિસરમાં આવેલી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઉપરાંત ડેન્ગ્યુના બે પેસન્ટોમાંના એક ને ICU માં દાખલ કરેલ છે. આ સાથે ડેન્ગ્યુ પ્રકારના તાવવાળા દર્દીઓ હોય છે જેના ડેન્ગ્યુ જેવા લક્ષણો હોય છે. જેમાં તાવ, કડતર અને શરીરમાં રેસ જોવા મળે અને એની સાથે શ્વેતકણો અને ત્રાકકણોની સંખ્યામાં ઘટાળો થતો હોય પરંતુ આવા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવે છે. પરંતુ મુખ્યત્વે હાલની સીઝનના કારણે સીઝનલ ફ્લૂનાના પેશન્ટસ વધુ છે.