ETV Bharat / state

મહીસાગરમાં 12 ડિસેમ્બરે ઈ-લોક અદાલતમાં સમાધાન લાયક કેસોનો નિકાલ કરાશે - નવી દિલ્હી

નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે 12મી ડિસેમ્બરે મહીસાગરમાં ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 12 ડિસેમ્બર શનિવારે સવારે 10 વાગ્યે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

મહીસાગરમાં 12 ડિસેમ્બરે ઈ-લોક અદાલતમાં સમાધાન લાયક કેસોનો નિકાલ કરાશે

author img

By

Published : Dec 4, 2020, 5:17 PM IST

  • મહીસાગરમાં 12 ડિસેમ્બરે યોજાશે ઈ લોક અદાલત
  • ઈ લોક અદાલતમાં સમાધાનપૂર્વક કેસનો નિકાલ કરાશે
  • જિલ્લા-તાલુકા કાનૂની સેવા સમિતિને જાણ કરવા રજૂઆત

મહીસાગરઃ મહીસાગર જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા 12મી ડિસેમ્બર શનિવારે સવારે 10 વાગ્યે ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવશે. આ ઈ લોક અદાલતમાં કેસો મૂકવા ઈચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર, લુણાવાડા તથા મહીસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવો પડશે. હાલની કોવિડ-19ની મહામારી પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટનું માર્ગદર્શન એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે. તેમ ઈન્ચાર્જ ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મહીસાગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજે જણાવાયું છે.

આવા સમાધાન લાયક કેસોનો થશે નિકાલ

  • ફોજદારી સમાધાન લાયક કેસ
  • નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ કલમ- 138ના કેસ
  • બેન્ક રિકવરના કેસ
  • અકસ્માત વળતરના કેસ
  • મજૂર ડિસ્પ્યૂટના કેસ
  • જમીન સંપાદનના કેસ
  • ફેરફાર/ભાગલા/ વિભાજન/ભાડા બેન્ક વસૂલાત/સુખાધિકારીના હક્ક વગેરેના દીવાની દાવા
  • વીજળી અને પાણીના બિલોના કેસ
  • પ્રિલિટિગેશન કેસ
  • રેવન્યૂ કેસ
  • ભરણપોષણના કેસો અને કૌટુંબિક ઝઘડા અંગેના કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.