ETV Bharat / state

મહીસાગરમાં સખી મંડળોએ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને નવતર પહેલ હાથ ધરી - Women

મહીસાગર: જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના ગોધર ગામમાં મહિલા સશક્તિકરણની દિશામાં નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગામના સર્વોપરી સખી મંડળે રાજ્ય સરકારમાં બાગાયત વિભાગ દ્વારા સેન્દ્રીય ઈનપુટ ઉત્પાદન એકમ યોજના અંતર્ગત વર્મી કમ્પોસ્ટ યુનિટ ઉભું કરવામાં આવ્યું છે.

મહીસાગરમાં સખી મંડળોએ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને નવતર પહેલ હાથ ધરી
author img

By

Published : Jul 19, 2019, 11:22 PM IST

ગોધર પશ્ચિમ ગામની દસ મહિલાઓએ સર્વોપરી સખી મંડળની રચના કરીને પોતાના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ વર્મી કમ્પોસ્ટ યુનીટ બનાવ્યું છે. સાથે જ સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન શરૂ કર્યુ છે. આ અંગે પોતાના પ્રતિભાવો આપતા મંડળના પ્રમુખ રેખા પટેલે જણાવ્યું કે, અમે દસ બહેનોએ સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરવા માટે 30 ફૂટ લંબાઇના ત્રણ ફૂટ પહોળા અને બે ફૂટ ઉંચા પંદર બેડ બનાવ્યા હતા. તેમાં છાણીયુ ખાતર, વૃક્ષોના પાન તેમજ અળશીયા નાખીને બેડ પર શણના કોથળા ઢાંકી પાણીનો છંટકાવ કરી ગ્રીન નેટ નીચે રાખવામાં આવ્યા છે. જેમાં 40 થી 45 દિવસે વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય છે. જેને ચાળીને તેની બેગો તૈયાર કરવામાં આવે છે.

Mahisagar
મહીસાગરમાં સખી મંડળોએ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને નવતર પહેલ હાથ ધરી

સખી મંડળના ખજાનચી પ્રેમીલા પટેલે જણાવ્યું કે, 15 બેડનું આ યુનીટ 90 હજાર રૂ.ના ખર્ચે તૈયાર થયું હતું. બાગાયત વિભાગની યોજના અનુસાર 50% સહાય મળનાર છે. આ ઉપરાંત અમે 300 બેગ ખાતરનું ઉત્પાદન કર્યું છે. તેમાંથી 100 બેગો અમારા સખી મંડળની બહેનોએ પોતાની ખેતીમાં ઉપયોગ કર્યો છે. બાદની 200 બેગોનું 50 હજારનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવ્યો છે.

સખી મંડળના મંત્રી કોકીલાબેન વાળંદે જણાવ્યું કે, સખી મંડળ દ્વારા સરકારની યોજનાઓનો લાભ મેળવીને આર્થિક ઉત્થાનની દિશામાં આગળ વધી શકાય છે. અમારા સખી મંડળની જેમ અન્ય બહેનો પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાના પરિવારનું જીવન ધોરણ ઉંચું લાવી શકે છે. ગોધર ગામની મહિલાઓએ સખી મંડળ દ્વારા વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીને પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Intro:GJ_MSR_03_19-JULY-19_VARMI COMPOST_KHATAR_SCRIPT_PHOTO-3_RAKESH

મહીસાગર જિલ્લાના સર્વોપરી સખી મંડળની બહેનોએ વર્મીકમ્પોસ્ટ ખાતર તૈયાર કરી મહિલા સશક્તિકરણની દિશામાં નવતર પહેલ કરી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર (પશ્ચિમ) ગામના સર્વોપરી સખી મંડળે રાષ્ટ્રિય આજીવિકા મિશન અંતર્ગત મિશન મંગલમ યોજના થકી રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ યોજના અંતર્ગત વર્મીકંમ્પોસ્ટ યુનીટ ઉભુ કરી મહિલા સશક્તિકરણની દિશામાં નવતર પહેલ કરી છે. 
ગોધર પશ્ચિમ ગામની દસ મહિલાઓએ સર્વોપરી સખી મંડળની રચના કરી પોતાના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇ વર્મીકંમ્પોસ્ટ યુનીટ બનાવી સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન શરૂ કર્યુ. આ અંગે પોતાના પ્રતિભાવો આપતા મંડળના પ્રમુખ રેખાબેન એમ. પટેલે જણાવ્યું કે, અમે દસ બહેનોએ સેન્દ્રીય ખાતરનુ ઉત્પાદન કરવા માટે ત્રીસ ફૂટ લંબાઇના ત્રણ ફૂટ પહોળા અને બે ફૂટ ઉંચા પંદર બેડ બનાવી તેમા છાણીયુ ખાતર, વૃક્ષોના પાન તેમજ અળશીયા આ બેડમાં નાંખી બેડ ઉપર શણના કોથળા ઢાંકી પાણીનો છંટકાવ કરી ગ્રીન નેટ નીચે રાખવામાં આવે છે. જેમાં 40 થી 45 દિવસે વર્મીકમ્પોસ્ટ તૈયાર  થાય છે. જેને ચાળીને તેની બેગો તૈયાર કરવામાં આવે છે.  

વર્મીકમ્પોસ્ટ તૈયાર થયેલા ખાતરનો ઉપયોગ પોતાના ખેતરમાં કરતાં ખેત ઉત્પાદન સારું થયું અને ગુણવત્તા સુધરી ગઇ. નિંદામણ પણ નહિવત થતા ખેતી ખર્ચમાં પણ ધટાડો થયો અને જમીન પણ ફળદ્રુપ બની.
સખી મંડળના ખજાનચી પ્રેમીલાબેન પટેલે સમગ્ર યુનીટના નિર્માણમાં થયેલ ખર્ચની વિગતો આપતા જણાવ્યું કે, 15 બેડનું આ યુનીટ રૂા.90 હજારના ખર્ચે તૈયાર થયુ હતું. બાગાયત વિભાગની યોજના અનુસાર પચાસ ટકા સહાય મળનાર છે. આ ઉપરાંત અમે 300 બેગ ખાતરનું ખાતરનું ઉત્પાદન કર્યુ તેમાંથી 100 બેગો અમારા સખી મંડળની બહેનોએ પોતાની ખેતીમાં ઉપયોગ કર્યો. બાદની 200 બેગોનું પચાસ હજારનું વેચાણ કરી આર્થિક લાભ મેળવ્યો. 
સખી મંડળના મંત્રી કોકીલાબેન વાળંદે જણાવ્યું કે, સખી મંડળ થકી સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉત્થાનની દિશામાં આગળ વધી શકાય છે. અમારા સખી મંડળની જેમ અન્ય બહેનો પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાના પરિવારનુ જીવન ધોરણ ઉંચું લાવી શકે છે. ગોધર ગામની મહિલાઓએ સખી મંડળ થકી વર્મી કંમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.