મહીસાગર: જિલ્લા રોજગાર કચેરી દ્વારા 2019માં 15 જેટલા રોજગાર અને ઔદ્યોગિક ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓએ વિવિધ પ્રકારની શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતો ધરાવતા 3259 ઉમેદવારોને રોજગારીની તકો પુરી પાડી છે.
રાજય સરકારના રોજગાર વિભાગ દ્રારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી રોજગાર યુવાઓ માટે રોજગારીની નવીન તકોનું નિર્માણ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં રાજ્યની નાની મોટી ખાનગી ક્ષેત્રની ઔદ્યોગિક કંપનીઓ ભાગ લે છે. લાયક ઉમેદવારોને નોકરીની તકો મળે, એકમોને ભરતી માટે કરવો પડતો ખર્ચ ઘટે અને લાયકાતો ધરાવતા ઉમેદવારોની પસંદગીમાં સરળતા રહે એ માટે જાહેર ભરતી મેળાઓ યોજીને સંકલનનું કામ કરે છે.
આ રોજગાર ભરતી મેળા દ્રારા યુવાનોની સીધી ભરતી કરવામાં આવે છે. રાજય સરકાર વધુમાં વધુ રોજગારીની નવીન તકોનું સર્જન કરવા માટે મોટા પ્રમાણમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે. મહીસાગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા સમયાંતરે ઔદ્યોગિક અને સેવા એકમો સાથે ખાલી જગ્યાઓનો વિનિયોગ કરીને રોજગાર અને ઔદ્યોગિક ભરતી મેળાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા રોજગારની કચેરી દ્વારા 2019માં 15 જેટલા રોજગાર અને ઔદ્યોગિક ભરતી મળાઓ યોજવામાં આવ્યા હતા. જેમાં ખાનગી ક્ષેત્રના 109 નોકરીદાતાઓએ વિવિધ પ્રકારની શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતો ધરાવતા 7147 ઉમેદવારોમાંથી 3259 ઉમેદવારોને રોજગારીની તકો પુરી પાડી છે.