ETV Bharat / state

સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દેશમાં COVID-19ના કેસ સતત વધી રહ્યાં છે. તે તપાસ દરમિયાન બહાર આવી રહ્યા છે. સંતરામપુર તાલુકાના નગરપાલીકાના વોર્ડ નંબર-2માં COVID-19નો એક પોઝિટિવ કેસ મળી આવતા અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હદને સીલ કરવામાં આવી છે.

સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ
સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ
author img

By

Published : Apr 26, 2020, 2:52 PM IST

મહીસાગરઃ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દેશમાં COVID-19ના કેસ સતત વધી રહ્યાં છે. તે તપાસ દરમિયાન બહાર આવી રહ્યા છે. સંતરામપુર તાલુકાના નગરપાલીકાના વોર્ડ નંબર-2માં COVID-19નો એક પોઝિટિવ કેસ મળી આવતા અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હદને સીલ કરવામાં આવી છે.

આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે અને એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપન જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

સંતરામપુર તાલુકામાં નગરપાલીકાના વોર્ડ નંબર-2ને કોરેન્ટાઈન એરિયા તરીકે જાહેર કર્યો છે. ઉપરાંત સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારને બફર જોન તરીકે જાહેર કરી આ વિસ્તારની હદને સીલ કરવામાં આવી છે. જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. ગામની હદની અંદર માત્ર સવારે 8:00 કલાકથી 12:00 ક્લાક સુધી મુક્તિ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.