મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાનપુર તાલુકાના લીંબડીયા APMC પર ટેકાના ભાવે મહીસાગર જિલ્લાના ખેડૂતોના ચણા ટેકાના ભાવે ખરીદવાનું સેન્ટર આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓને કારણે ખેડૂતોને ચણાના સારા ભાવ મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર, ખાનપુર અને બાલાસિનોરના 200 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 173 જેટલાએ ખેડૂતોના 5000 જેટલા કટ્ટા એટલે કે અંદાજે 2500 થી 2700 ક્વિન્ટલ ચણા લીંબડીયા APMC સેન્ટર ખરીદાઈ ચુક્યા છે.
ખેડુતોને બજાર કરતા સારો ભાવ મળી રહ્યો છે અને બજાર ભાવ કરતા APMCમાં ટેકાના ભાવે ચણા આપતા ખેડૂતને 20 કિલો ચણા પર 150 રૂપિયા જેટલો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતને કોઇપણ પ્રકારની તકલીફ પડ્યા વગર પોતાના પાકના સારા ભાવ મળતા ખેડૂત ખુશ થયા છે. મહત્વનું છે કે, લીંબડીયા APMC પર ટેકાના ભાવે મોટાભાગના ખેડૂતોના ચણાની ખરીદી થઈ ચૂકી છે અને ટેકાના ભાવે ચણાની ખરીદી પૂર્ણતાના આરે છે.