ETV Bharat / state

સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેથી સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું.

disinfected-mosquito-nets-at-mahisagar
સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું
author img

By

Published : Jun 16, 2020, 8:10 PM IST

લુણાવાડાઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના સંકટકાળમાં પણ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઇ તેમનું સ્વાસ્થય સારું રહે તે માટે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

disinfected-mosquito-nets-at-mahisagar
સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લુણાવાડા તાલુકાના ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રવિ શેઠ અને તેમની આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંદરાં ખાતે સગર્ભા મહિલાઓનો નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માસિક ધોરણે આ કામગીરી હેઠળ બે સેન્ટરને આવરી લઇ 36 સગર્ભા મહિલાઓની લેબોરેટરી તપાસ કરવામાં આવી, જે પૈકી પાંડુરોગ (એનિમિયા) વાળી સગર્ભા મહિલાઓને લોહતત્વ વધારવાના ઇન્જેક્શન 24 સગર્ભાને આપવામાં આવ્યાં હતાં, તેમજ તમામ સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની પણ આપવામાં આવી હતી. જેના થકી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે સગર્ભા મહિલાઓને સુરક્ષિત રાખી શકાય.

આ માટે આરોગ્ય ટીમ દ્રારા સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મચ્છરદાનીની જાળીમાં કેમિકલ હોય છે, જે મચ્છરોને આવતા રોકે છે. જેથી સગર્ભા મહિલાઓને મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા રોગોથી રક્ષણ મળી શકે છે. તેમજ આ કેમ્પમાં તેઓને કોરોના મહામારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સદર કેમ્પ દરમિયાન સગર્ભા મહિલાઓએ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું હતું.

આમ, કોરોનાના કપરાકાળમાં પણ આરોગ્ય તંત્ર સગર્ભા મહિલાઓ માટે વિશેષ દેખભાળ લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.