મહિસાગરઃ જબૂબેન રાઠોડનો પરીવાર ખેતી કરી ગુજરાન કરે છે તેમને પોતાના ઘરે પશુપાલનમાં એક ભેંસ છે. તે દોહતી વખતે અચાનક ભેંસનો ધક્કો વાગતાં પડી ગયા હતા અને તેમને મહીસાગર જિલ્લાના બાલાસિનોરની ગુજરાત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને તપાસીને હાથના ભાગે ફ્રેકચરનું નિદાન થયું હતું. તેઓના આ ઓપરેશનનો ખર્ચ આશરે 20 થી 25 હજાર રૂપિયાની આસપાસ થતો હતો. અત્યંત ગરીબ પરિવારના જબૂબેનના પરિવારમાં ઓપરેશનના આ અચાનક આવી પડેલા ખર્ચથી ચિંતામાં મુકાયા હતા. પરંતુ તેમની પાસે ગરીબ પરિવારો માટે નિ:શુલ્ક સેવાઓ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ હતું અને ગુજરાત હોસ્પિટલ પણ આ યોજના માટે માન્યતા પ્રાપ્ત હતી.
જબૂબેનના જીવનમાં આ યોજનાનું કાર્ડ આશાનું કિરણ લઈને આવ્યું. નિરાશાઓના કાળા વાદળ હટયા આશાનો સૂરજ ઊગ્યો તેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેઓનું ઓપરેશન નિશુલ્ક કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર સુરેશભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત માટે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.