- કોરોના સંક્રમણને અટકાવવા ઓનલાઈન વર્ચ્યુઅલ રોજગાર ભરતી મેળાનું આયોજન
- મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા 21થી 24 ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન મેગા જોબફેર યોજાશે
- ઓનલાઈન ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોને અપાશે રોજગારીની તકો
મહીસાગર : શ્રમ અને રોજગાર વિભાગ તેમજ નિયામક તાલીમ અને રોજગાર દ્વારા રાજ્યવ્યાપી ઓનલાઈન મેગા જોબફેરનું ડિસેમ્બર માસની 21થી 24 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યુ છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના રોજગાર વાંછું માટે મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન વર્ચ્યુલ મેગા જોબફેર યોજાવામાં આવ્યો હતો.
રાજ્યવ્યાપી ઓનલાઈન રોજગાર મેગા જોબફેરનું આયોજન કરાયું
સરકાર દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ -19)ના સક્રંમણને કારણે ઓનલાઈન વર્ચ્યુઅલ રોજગાર ભરતી મેળા યોજવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 21થી 24 ડિસેમ્બર સુધી રોજગાર વાંચ્છુક ઉમેદવાર માટે રાજ્યવ્યાપી ઓનલાઈન રોજગાર મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉમેદવાર માટે મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા પણ 21થી 24 ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન વર્ચ્યુઅલ મેગા જોબફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જોબફેરમાં 11 નોકરીદાતા ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા
આ જોબફેરમાં 11 નોકરી દાતા ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા છે. જેમને મહીસાગર જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉમેદવારનું ઓનલાઈન ઇન્ટરયુ લઇને તેમને રોજગારીની તકો પૂરી પાડી રહ્યા છે. સરકાર દ્વારા યોજવામાં આવતા ઓનલાઈન મેગા જોબફેરમાં રોજગારીની તક મેળવતા ઉમેદવાર સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.