મહીસાગર LCB દ્વારા ટાઉન વિસ્તારમાંથી બનાવટી ઘી સાથે ઉશામા અનારવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. જે માંડવી બજાર મોચીવાડના નાકે લુણાવાડા મધવાસ દરવાજા પાસે આવેલી પોતાની ઉશામા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પંચામૃત અને અમુલ ડેરીના બ્રાન્ડના ડુપ્લીકેટ છાપવાળા ઓરીજીનલ જેવા દેખાય તેવા પેકીંગમાં ઘી નું વેચાણ કરતો હતો.
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા રેન્જ તથા મહીસાગર પોલીસ અધીક્ષકનાઓની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ તથા સ્ટાફના માણસો સાથે લુણાવાડામાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલને બાતમી મળતા પંચામૃત તથા અમૂલ ડેરીના નિષ્ણાંત ટીમો તથા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધીકારીઓને બોલાવી ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી. પંચામૃત ઘીના 10 નંગ બોક્સ અંદાજે કિંમત 43 ,600 તથા અમુલ ઘીના 4 નંગ બોક્સ જેની કિંમત 16 ,800 મળીને કુલ 60,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તેની વિરૂધ્ધ લુણાવાડા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.