લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ, કોઈપણ વ્યાપાર-ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈ પણ સંસ્થામાં નોકરી કરતા હોય તેમની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. પેટા કલમ-1 ની જોગવાઈ અને રજા મંજૂર કરવાની હોય તેવી કોઈ પણ વ્યક્તિના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં. જો આવી વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી પર રાખવામાં આવેલ હોય તેવી વ્યક્તિ રજા ન હોય અને તે દિવસે તેને જે વેતન મેળવવા પાત્ર હોય તેટલું મંજુર કરવાનું રહેશે.
ચૂંટણીપંચ ભારત સરકારની 18/3/2014 ના પરિપત્રની નિર્દેશ અનુસાર લોકસભા સામાન્ય ચુંટણી યોજવામાં આવેલ હોય તેવા મત વિભાગમાં તમામ સંસ્થાઓ અને દુકાનો મતદારના દિવસે બંધ રાખવાની રહેશે. જો કે એવા પણ કિસ્સા બને છે કે, નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મત વિભાગની બહારના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવા મતદારો લોકપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 135- બી(1) અન્વયે સવેતન રજાનો હકદાર રહેશે. ભારતના ચુંટણીપંચની સૂચના અનુસાર લોકપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 135(બી)ની જોગવાઈ અનુસાર રોજમદાર કે કેઝ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર છે.
આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ 188, વટાઉખત અધિનિયમ 1881, કારખાના અધિનિયમ -1948 તથા લોકપ્રતિનિધિ અધિનિયમ 1951 હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું મતદાનના દિવસ પૂરતું અમલમાં રહેશે અને મહિસાગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.