મહીસાગર : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે 3 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.
જિલ્લામાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 125માંથી 119 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. આ સાથે રિકવરી રેટ 95.2 ટકા પર પહોંચ્યો છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દી એક્ટીવ છે. જેમાં જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે એક પણ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી. કોરોનાના 4 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે.