ETV Bharat / state

બાલાસિનોરનું ગઢના મુવાડા ગામ આદર્શ ગામ, કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી - Mahisagar news

સમગ્ર ગુજરાત કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનું એક એવું ગામ કે, જ્યાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં પણ આ ગામમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગ્રામજનોની જાગૃતિના કારણે આ શક્ય બન્યું છે અને ગ્રામજનોએ કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કયું છે. જેને પરિણામે અત્યાર સુધીમાં કોરોના વાઈરસ બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામમાં પ્રવેશી શક્યો નથી.

Mahisagar news
Mahisagar news
author img

By

Published : May 15, 2021, 11:03 PM IST

  • ગઢના મુવાડા ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
  • ગ્રામજનો દ્વારા કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન
  • કોરોનાની બીજી ઘાતક લહેરમાં પણ કોરોનાનો એક પણ કેસ નહીં

મહિસાગર : જિલ્લાના બાલાસિનોર તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગામ ગઢના મુવાડા મહીસાગર નદીના કાંઠા ઉપર આવેલું છે. આ ગામની હાલની સ્થિતિની વાત કરીએ તો અંદાજિત 800ની જનસંખ્યા ધરાવતા ગામમાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ધંધા પર નભે છે. બાલાસિનોર તાલુકામાં ગઢના મુવાડા ગામ કોરોના અંગેની જાગૃત રહેતા કોરોનાની બીજી ઘાતક લહેરમાં પણ આ ગામમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગ્રામજનો કોરોના ગાઈડ લાઈનનું પાલન, ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. ગામમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે લગ્નપ્રસંગોના આયોજન પણ બંધ રાખ્યા છે.

ગઢના મુવાડા
ગઢના મુવાડા

આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં, શનિવારે 6 દર્દીઓને રજા અપાઈ

ગ્રામજનો દ્વારા ગામમાં સેનિટાઈઝેશન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન

ગઢના મુવાડા ગામના સરપંચ હિંમતસિંહ જણાવે છે કે, અમારા ગામમાં અમે કોરોના અંગે જાગૃતિ સંદેશા આપીએ છીએ, ગામમાં સેનેટાઈઝર કરીએ છીએ, લોકડાઉન રાખી લોકોને ફરજીયાત માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવા અનુરોધ કરીએ છીએ. લોકોને વારંવાર સાબુ કે સેનેટાઈઝર વડે હાથ ધોવા તેમજ ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા આવનાર વ્યક્તિઓને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ છીએ. ગામમાં સમયાંતરે ઉકાળો વિતરણ કરી એ છીએ. આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યને લઈને નિયમિત તપાસ કરવામાં આવે છે.

બાલાસિનોરનું ગઢના મુવાડા ગામ આદર્શ ગામ

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ

ગ્રામજનોએ 12 જેટલાં લગ્ન પ્રસંગોનું આયોજન મોકૂફ રાખ્યું

આ ગામના એક અગ્રણી ભૂપતભાઈ સોલંકીના જણાવ્યા મુજબ અમારા ગામના પાસેથી મહીસાગર નદી વહે છે. જેમાં હોડીમાં બેસીને પંચમહાલ જિલ્લામાં લોકો અવરજવર કરે છે. લોકો કોરોનાનું સંક્રમણ થાય નહીં તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે. અમારા ગામમાં આ વર્ષે 12 જેટલાં લગ્ન પ્રસંગોનું આયોજન હતું, પરંતુ ગ્રામજનોએ કોરોના અંગે જાગૃત બની તમામ લગ્નો મોકૂફ રાખ્યા છે અને લગ્ન પ્રસંગો દિવાળી બાદ રાખવા ગ્રામજનોએ એકજુથ થઈ નિર્ણય લીધો છે. આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં ગ્રામજનોએ જાગૃત બની ગામની પ્રાથમિક શાળા ખાતે પાંચ બેડ ધરાવતી કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરી છે.

બાલાસિનોરનું ગઢના મુવાડા ગામ આદર્શ ગામ
બાલાસિનોરનું ગઢના મુવાડા ગામ આદર્શ ગામ

આરોગ્ય વિભાગ દ્વારા 92 ટકા વેક્સિનેશન પુરુ થયું

આ ઉપરાંત ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યને લઈને ગ્રામજનોની તપાસ કરવામાં આવે છે અને તાવ, શરદી કે ઉધરસના લક્ષણો જણાય તો તુરંત જ દવા અને સારવાર થાય છે. આ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા 92 ટકા વેક્સિનેશન પુરુ થયું છે અને 8 ટકા જેટલુ બાકી છે. લોકો કોરોના સંદર્ભે જાગૃત રહેતા કોરોનાની રસી મૂકાવી રહ્યા છે. જેથી આ ગામમાં કોરોનાનો પ્રવેશ થયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.