ETV Bharat / state

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાત્રિસભાનું આયોજન

મહીસાગર: પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત મહીસાગર જિલ્‍લાના લુણાવાડા તાલુકાના પાનમ પાલ્લા ગામે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શનના મંજુરી હુકમોનું વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મક રીતે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

author img

By

Published : Nov 7, 2019, 4:11 AM IST

etv bharat

દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્‍યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે.

જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાનમ પાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને ગામની રાત્રિસભા યોજાઈ હતી. આ સભામાં સ્કુલની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત દ્વારા સભાનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાત્રિસભાનું આયોજન

ગ્રામ સભામાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પાનમ પાલ્લા ગ્રામજનોએ આંતરિક રસ્તા, પીવાના પાણીની સમસ્યા, સિંચાઇની સમસ્યા જેવી સમસ્યાઓ રજુ કરી હતી. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ભૌતિક સમસ્યાના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી. તેમજ અધિકારીઓએ વિવિધ સરકારી યોજનાઓ વિશેની માહિતી પણ ગ્રામજનોને આપી હતી અને જેનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.

આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, પ્રાંત અધિકારી બ્રિજેસ મોડીયા, મામલતદાર સહિત અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:લુણાવાડા:-
પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ
અંતર્ગત મહીસાગર જિલ્‍લાના લુણાવાડા તાલુકાના પાનમ પાલ્લા ગામે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને રાત્રિ
સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મક રીતે નિરાકરણ
કરવામાં આવ્‍યું હતું.
Body: દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાંવ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્‍યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે અને જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાનમ પાલ્લા ગામમાં આવેલ પ્રાથમીક શાળામાં મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને ગામની રાત્રિ સભા યોજાઈ હતી. સ્કુલની વિધાર્થીનીઓ એ સ્વાગત ગીત દ્વારા રાત્રી સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામ સભામાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પાનમ પાલ્લા ગ્રામજનોએ આંતરિક રસ્તા, પીવાના પાણીની સમસ્યા, સિંચાઇની સમસ્યા જેવી સમસ્યાઓ રજુ કરી હતી. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ભૌતિક સમસ્યાના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી તેમજ અધિકારીઓ એ વિવિધ સરકારી યોજનાઓ વિશેની માહિતી પણ ગ્રામજનોને આપી હતી અને જેનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.Conclusion: આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, પ્રાંત અધિકારી બ્રિજેસ મોડીયા, મામલતદાર સહિત અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ :- આર.બી.બારડ ( મહીસાગર જિલ્લા કલેકટર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.