ETV Bharat / state

મહીસાગરમાં ‘બાળસ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ દિકરી જન્મજાત હ્રદય રોગમાંથી થઈ મુક્ત

author img

By

Published : Jan 17, 2020, 5:08 AM IST

લુણાવાડાઃમુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારના વિવિધ વિભાગો કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ કટિબધ્ધ છે. બાળકોએ આવતીકાલનું ભવિષ્ય હોવાથી બાળસ્વાસ્થ્ય અને તંદુરસ્ત સમાજના નિર્માણના અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં નાણાંના અભાવે સારવારથી વંચિત રહેતા બાળકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેનો લાભ મહીસાગરના પરિવારને મળતાં તેમની દીકરીને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી છે.

mahisagar
mahisagar

આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના અંતરીયાળ આદિજાતિ વિસ્તારના કડાણા તાલુકાના આગરવાડા ગામની બાળા મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી છે. જે બદલ આ પરીવારે સંવેદનશીલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

કડાણા તાલુકાના આગરવાડા ગામના પરેશભાઈ ડામોર ખેતી કરી તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે દિકરી મેઘનાનો જન્મ થતાં ઘરમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ આ દિકરીનો વિકાસ બીજા બાળકો કરતા ઓછો હતો. તેમજ તેને વારંવાર શરદી ઉધરસની ફરિયાદ પણ રહેતી હતી. શાળામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આવેલા આરોગ્ય તપાસણી ટીમે મેઘનાને તપાસ્યા બાદ જણાવ્યું હતું કે, "દિકરીને હ્રદયની તકલીફ હોઈ શકે છે."

આ સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમને રાત-દિવસ દીકરીની સારવારની ચિંતા થતી હતી. પૈસાના અભાવના કારણે બાળકીની સારવાર કેવી રીતે થશે, કોણ સહાય કરશે વિગેરે વિચારોની સતાવ્યા કરતાં હતાં. ત્યારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના પરેશભાઈના જીવનમાં આશાની કિરણ જાગી. જ્યાં તેમને બાળકોના તબીબે સંવેદનશીલ સરકાર હૃદયની જન્મજાત ખામીના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપતી હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ તબીબની સલાહ મુજબ પરેશભાઈએ બાળકીને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવા લઈ ગયાં અને તેમને બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. ત્યાં તેના હૃદયનું સફળ ઓપરેશન કોઇ પણ જાતના ખર્ચ વિના થયું હતું. આજે તે બાળકી જન્મજાત હ્રદય રોગની બીમારીમાંથી મુક્ત થઈ મુક્તમને રમી રહી છે.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં પરેશભાઇ જણાવ્યું હતું કે, "સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને લાભ મળ્યો અને હદયનું સફળ ઓપરેશન કોઈ પણ જાતના ખર્ચ વિના થયું. જે બદલ હું સરકારનો હું ઋણી છું. જો આ યોજના ના હોત તો મારી દિકરીને આજીવન આ ખામી સહન કરવી પડત. જેના વિચાર માત્રથી મારુ હ્રદય કંપી ઉઠતું હતું. પરંતુ આ કાર્યક્રમથી મારી દિકરીની જન્મજાત ખામી દૂર થઇ. હવે તે સ્વસ્થ જીવન જીવી શકશે. હું આ કાર્યક્રમને બિરદાવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરૂ છું."

Intro: લુણાવાડા,
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારના વિવિધ વિભાગો કલ્યાણકારી યોજનાઓ છેવાડાના
માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ બધ્ધ છે. બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે. સ્વસ્થબાળ, તંદુરસ્ત સમાજના નિર્માણ માટે
કુપોષણ અને નાંણાના અભાવે કોઈપણ બાળક સારવારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્રારા શાળા આરોગ્ય
તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ બાળકો માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર
જિલ્લાના અંતરીયાળ આદિજાતિ વિસ્તારના કડાણા તાલુકાના આગરવાડા ગામની બાળા મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત
હ્રદય રોગમાંથી મુક્તિ મળતા તેમના પરીવારમાં સંવેદનશીલ સરકાર પ્રત્યે આભારની લાગણી ધબકી રહી છે.
Body: કડાણા તાલુકાના આગરવાડા ગામના પરેશભાઈ ડામોર ખેતી કરી તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે દિકરી મેઘનાનો
જન્મ થતા ઘરમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ આ દિકરીનો વિકાસ બીજા બાળકો કરતા ઓછો હતો તેમજ તેને
વારંવાર શરદી ઉધરસની ફરિયાદ પણ રહેતી હતી. શાળામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આવેલ આરોગ્ય તપાસણી
ટીમે મેઘનાને તપાસ્યા બાદ જણાવ્યું કે દિકરીને હ્રદયની તકલીફ હોઈ શકે છે આ સાંભળતા પરીવારને માથે આફત આવી
પડી તેની સારવાર કરવા ગરીબ પરીવારને ક્યાંથી ખર્ચની વ્યવસ્થા થશે અને કોણ સહાય કરશે એ જ વિચારોની ચિંતા સતાવ્યા
કરતી હતી. તેવામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના તબીબોએ પરેશભાઇના પરીવારને
બાળકોના તબીબને બતાવવાની સલાહ આપી હૈયાધારણ આપી સમજાવ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત સંવેદનશીલ સરકાર હૃદયની
જન્મજાત ખામીના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપે છે અને તેનો તમામ ખર્ચ રાજય સરકાર ઉઠાવે છે. તેમની સલાહ મુજબ
સિવિલ હોસ્પિટલ, ગોધરામાં તપાસ કરાવ્યા બાદ યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ લઈ જવા જણાવ્યું. ત્યારબાદ ત્યાં તેના
હૃદયનું સફળ ઓપરેશન કોઇ પણ જાતના ખર્ચ વિના જન્મજાત હ્રદય રોગની બીમારીમાંથી મુક્તિ મળી અને દિકરી મુક્તમને
હસતી રમતી થઇ ગઇ.
Conclusion: દિકરીના પિતા પરેશભાઇ જણાવે છે કે, સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ
-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને લાભ મળ્યો અને હદયનું સફળ ઓપરેશન કોઈ પણ જાતના ખર્ચ
વિના આરોગ્યના કર્મચારીઓના સાથ સહકારથી થયું. સરકારનો હું ઋણી છું. જો આ યોજના ના હોત તો મારી દિકરીને આજીવન
આ ખામી સહન કરવી પડતી. જેના વિચાર માત્રથી મારુ હ્રદય કંપી ઉઠે છે. આ કાર્યક્રમથી મારી દિકરીની જન્મજાત ખામી
દુર થઇ. હવે તે સ્વસ્થ જીવન જીવી શકશે. હું આ કાર્યક્રમને બિરદાવું છું. ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત
કરૂ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.