મહીસાગર: જિલ્લામાં 26 ઓગસ્ટના રોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસમાંથી જિલ્લાના વડા મથક લુણાવાડામાં 1 કેસ, વિરપુર-2, સંતરામપુરમાં 1, કડાણામાં 1 અને બાલાસિનોરમાં -5 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે વધું 7 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 534 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયાં છે.
મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 21 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 4 દર્દી જનરલ હોસ્પિટલ- લુણાવાડા, 18 દર્દી હોમ આઈસોલેશન, 4 દર્દી શીતલ નર્સીંગ હોમ-લુણાવાડા, 6 દર્દી SDH સંતરામપુર, તેમજ અન્ય 15 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 65 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.