- ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનું મોટાપાયે સંક્રમણ ફેલાયુ
- જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસ નોંધાયા
- ખાનપુરના વ્યાપારીઓએ સ્વેછિક દુકાનો બંધ કરી બે દિવસનું લોકડાઉન પાડ્યું
- બે દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વેછિક નિર્ણય લીધો
મહીસાગરઃ જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. જેના લીધે જિલ્લામાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કોરોના કેસ વધતા ખાનપુરના વેપારીઓ દ્વારા બજાર આજે મંગળવારે અને કાલે બુધવારે એમ બે દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં કોરોના સંક્રમણ વધુના ફેલાય અને કોરોના કેસમાં ઘટાડો થાય તે હેતુંથી સ્વયમ પગલુ ભર્યું છે.