મહિસાગરઃ સંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આસપાસના લોકો પણ આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા. પણ તેમાં ફાયદો થયો નહીં. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લુણાવાડા અને સંતરામપુરના ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, આગ એટલી મોટી હતી કે, પાર્ટસથી લઈને બાઈક સુધીના મહત્ત્વના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Firing in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની
લોકોનો રોષઃ સંતરામપુરના નરસિંગપુર વિસ્તારમાં આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શોરૂમમાં અચાનક આગ લાગી હતી. અહીં રાખવામાં આવેલા લગભગ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં લોકોએ પણ ફાયર વિભાગ સામે રોષની ઠાલવી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ફાયર વિભાગ મોડું આવ્યું હતું. આ ઘટનામાં આગ પર કાબુ મેળવવા આસપાસના વિસ્તારની વીજળી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. આગામી તપાસ દરમિયાન તેની વિગતો સામે આવી શકે છે.
કોઈ જાનહાનિ નહીંઃ આગને કાબુમાં કરવાના સ્થાનિકોએ પ્રયત્નો કર્યા પણ તે પ્રયત્નો કારગર નીવડ્યા નહીં. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં ફાયર વિભાગને આખરે સફળતા મળી હતી. જોકે, આ ઘટનામાં ઘણા બધા વાહનો અને તે સાથેનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવમાં જોકે કોઈ જાનહાની નહીં થતા લોકો અને ફાયર વિભાગે પણ હાંશકારો લીધો હતો. આ શૉરૂમમાં 100 જેટલા બાઈક્સ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot Crime News: વ્યાજખોરોનો ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાનનો આપઘાતનો પ્રયાસ
મોટું નુકસાનઃ શૉ રૂમના માલિકના જણાવ્યા અનુસાર શૉરૂમમાં આગ લાગવાને કારણે દોઢથી બે કરોડ રૂપિયાનું નુકસાન થયા હોવાનું અનુમાન છે. જ્યારે પણ આગની ઘટના બને છે ત્યારે શેના કારણે આગ લાગી એ ઝડપથી સામે આવતું નથી. જોકે, ફાયર વિભાગની ટીમે સતત પાણીનો માર ચલાવીનો શોરૂમમાં આગ ઠારી હતી. સર્વિસ રૂમ અને એક્ઝિબિશન રૂમમાં સતત પાણીનો મારો ચલાવીને આગ ઠારી દેવામાં આવી હતી.