લુણાવાડા: ખાનપુર તાલુકાના બાકોર ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત કારંટા ગ્રામ પંચાયત અને દરગાહ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરપંચ તથા ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરી ગામના સરપંચ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તથા આરોગ્યની ટીમે કોરોના વિશે ઘરે-ઘરે જઈને સમજ આપી હતી.

બાદમાં કારંટા ગામે 60 રેપીડ ટેસ્ટી કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા હતા. આરોગ્યની ટીમે ઘરે-ઘરે મુલાકાત લેવા દરમિયાન તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઈઝરના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ માસ્ક પહેર્યા વગર અને જરૂરી કામ વગર ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું.