મહીસાગર: મહીસાગર જિલ્લો વધુ એક વખત પેપર લીક કાંડ (SSC Hindi Paper Viral)ને લઈ વિવાદમાં આવ્યો છે. સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના શૈલેશ ભાઈ મોતીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે ધોરણ 10નું સોલ્વ કરેલું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતા વિવાદ સર્જાયો છે. જેમાં પરીક્ષા પુરી થવાના અડધો કલાક પહેલા પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું.
આ પણ વાંચો: ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી
પેપર લીકમાં સંડોવણી: પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 10 હિન્દીનું દ્વિતિયભાષામાં સોલ્વ કરેલું પેપર સોશિયલ મિડિયામાં ફરતું થયુ હતુ. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનીટ પહેલા સોશિયલ મીડિયા (Paper viral in social media)માં આ પેપર વહેતુ થયું હતું. જેમાં સંજેલી પેપર લીકનો માસ્ટરમાઇન્ડ મહીસાગર (Mahisagar Hindi Paper Viral) જિલ્લાનો સંતરામપુરના કાળી બેલ ગામનો શૈલેષ પટેલ પેપર લીકમાં સંડોવણી હોવાને લઈને દાહોદ LCB દ્વારા શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રામનવમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસકર્મીને પણ ટોળાએ બાનમાં લીધા
છાત્રાલયમાં નોકરી: શૈલેષ પટેલ મૂળ વતની મહીસાગરના કાળીબેલ ગામનો છે અને દાહોદના સંજેલી ગામે છાત્રાલયમાં નોકરી કરી રહ્યો છે. પોલીસે આ મામલે શૈલેષ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.