- ચોમાસા દરમિયાન વરસાદ અને વાવાઝોડાના કારણે વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે પ્રિ-મોનસૂન કામગીરી
- જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં 24 કલાક વીજપુરવઠો કાર્યરત રહે તે માટે પણ કામગીરી
- ઝાડની ડાળીનું કટીંગ ઉપરાંત જમ્પર અને વીજ ફીડરની મેન્ટેનન્સ કામગીરી કરાઈ
મહીસાગરઃ આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે, ત્યારે ચોમાસામાં વરસાદ-વાવાઝોડાના કારણે વીજપુરવઠો ખોરવાય નહીં, તે માટે મહીસાગર જિલ્લા MGVCL દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં વીજ લાઇન નજીકથી પસાર થતા હોય તેવા ઝાડની ડાળીનું કટીંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ
જમ્પર અને વીજ ફીડરનું મેન્ટેનન્સ કામ પણ શરૂ
ચોમાસાની ઋતુના કારણે જમ્પર અને વીજ ફીડરનું મેન્ટેનન્સ કામ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી વાવાઝોડા અને વરસાદના કારણે વીજળીને લઈ કોઇ અકસ્માત સર્જાય નહીં તેમજ વીજપુરવઠો ખોરવાય નહીં.
આ પણ વાંચોઃ રાજકોટ મનપા દ્વારા વરસાદ અગાઉ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ
MGVCL દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવાશે
જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં 24 કલાક વીજપુરવઠો કાર્યરત રહે તે માટે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ જિલ્લામાં MGVCL દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી કરવામાં આવી રહી છે, તે આગામી 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ MGVCLના અધિકારીએ જણાવ્યું હતું.