ETV Bharat / state

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત - gujarat news

રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા મુખ્યપ્રધાનના દિશાનિર્દેશો અનુસાર જિલ્લાના પ્રભારી સચિવો પોતાના પ્રભારી જિલ્લાની મુલાકાત કરી કોરોનાની સ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી રહ્યાં છે. વાહન વ્યવહાર કમિશનર અને મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવ રાજેશ માજુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લામાં કોરોના વાઇરસના સામે આવી રહેલા કેસો અને કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વેગ આપવા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

author img

By

Published : Apr 9, 2021, 10:34 PM IST

  • કોરોના સંક્રમણને નિયંત્રણ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી
  • માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના
  • ટ્રેસીંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન વિશે સમજ આપી
  • પોઝિટિવ કેસો આવતા હોય તે વિસ્તાર માટે ખાસ એક્શનપ્લાન ઘડી કાઢવાનું સૂચન

મહીસાગરઃ જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ કોવિડ-19 સંદર્ભે યોજાયેલી બેઠકમાં તેમણે કોરોના ટેસ્ટિંગ પર ભાર મુકતાં જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણને નાથવા જે વ્યક્તિને કોરોના થયો હોય તેના કુંટુંબના તમામ સભ્યો અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ફરજીયાત RTPCR ટેસ્ટ કરવામાં આવે. વધુમાં માજુંએ જણાવ્યું હતુ કે, માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડીએ. જિલ્લાના દરેક તાલુકામાં કેટલાં એક્ટીવ કેસ છે અને તેને ઘટાડવા હવે પછી શું કરી શકાય તેનું આયોજન કરવા તેમજ જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધારે આવ્યા હોય ત્યાં ટ્રેસીંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન સરળતાથી કેવી રીતે કરી શકાય તે વિશે તેમણે સમજ આપી હતી તેમણે જણાવ્યું હતુ કે, કોવિડ સંક્રમણ રોકવા કોવિડ હેલ્પ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરો તેમજ હોમ આઇસોલેશન ર્દદીઓનું મોનીટરીંગ ધનવન્તરી રથ સહિતના તમામ જરૂરી પગલાંઓ લેવા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કોરોના સંક્રમણને નિયંત્રણ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી

તાલુકાવાર અને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તરમાં કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા

રાજેશ માજુએ બેઠક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાવાર અને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તરમાં કરવામાં આવી રહેલી કામગીરીની તેમજ પોઝિટિવ કેસો અંગેની વિગતવાર સમીક્ષા કરી જે વિસ્તારમાં વધુ પોઝીટીવ કેસો આવતા હોય તે વિસ્તાર માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવાનું સૂચના કર્યું હતું.

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત

કોવિડ-19ના ર્દદીઓની થઇ રહેલી સારવારનો તાગ મેળવી સમીક્ષા કરી

જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુંએ લુણાવાડા ખાતેની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કોવિડ-19ના ર્દદીઓની થઇ રહેલી સારવારનો તાગ મેળવી સમીક્ષા કરી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર આર. બી. બારડે જિલ્લાના પ્રભારી સચિવને કોવિડ-19ની થયેલી કામગીરીથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર. આર. ઠક્કર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. બી. શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકાર ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીઓ અને તમામ તાલુકા હેલ્થ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.