મહીસાગર: જિલ્લા કલેકટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો એસ.બી. શાહની રાહબરીમાં સંતરામપુર તાલુકાના ચીતવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તેમના તાબાના તલાદરા અને નાકા ફળીયા, બુગડ ગામો ખાતે આંગણવાડી પર મમતા સેશનની મુલાકાત કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો એસ.બી. શાહની રાહબરીમાં સંતરામપુર તાલુકાના ચીતવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તેમના તાબાના તલાદરા અને નાકા ફળીયા, બુગડ ગામો ખાતે આંગણવાડી પર મમતા સેશનની મુલાકાત કરવામાં આવી હતી.
આ મમતા સેશનમાં આરોગ્ય ટીમ દ્વારા બાળકોને રોટાવાયરસની રસી પીવડાવવામાં આવી હતી. તેમજ માતાઓને રસી વિશે મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. સગર્ભા બહેનોને SPO2ની તપાસ કરવામાં આવી હતી. તેમજ એસ.એન.સી, વજન, ઉંચાઈ, એચ. બી અને આર.બી.એસ ની ચકાસણી કરવામાં આવી હતી તેમજ આર્યન ટેબલેટ પણ આપવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા તેમને કોરોના મહામારી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આમ કોરોના સંકટમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓની વિશેષ કાળજી લઈ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ઉમદા કામગીરી હાથ ધરાઇ હતી.