ETV Bharat / state

મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટીની બેઠક યોજાઇ - Panchmahal MP Ratan Singh Rathore

મહીસાગર જિલ્લા સેવાસદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની સહ અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા) ની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી.

Mahisagar
મહીસાગર
author img

By

Published : Oct 24, 2020, 8:35 AM IST

  • લુણાવાડામાં જિલ્લા વિકાસ સંકલન દિશાની ત્રિમાસિક બેઠક યોજાઇ
  • આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબતે ચર્ચા
  • યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત કરી ગુણવત્તાભેર કામો કરવા પર ભાર મૂકાયો

મહીસાગર: જિલ્લા સેવાસદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની સહ અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા) ની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી.

વિવિધ યોજનાઓ ઝડપભેર-સમય મર્યાદામાં પૂર્ણ કરીએ: સાંસદ જસવંતસિંહ ભાભોર

આ બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમય મર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી.

વિવિધ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઇ

આ બેઠકમાં નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ કાર્યક્રમ (NSAP), જિલ્લા ગ્રામવિકાસ એજન્સી કચેરીની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) મનરેગા, એન.આર.એલ.એમ, ડીડીયુ -જીકેવાય, સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય), પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની સમીક્ષા ( PMKVY ), પ્રધાનમંત્રી જનધન યોજના, નગરપાલિકા લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) સ્વચ્છ ભારત મિશન (અર્બન) ની સમીક્ષા તેમજ ડિઝીટલ ઈન્ડિયા પ્રોગામ, 14 મું નાણા પંચકામો, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, મધ્યાહન ભોજન યોજના, સંકલિત જળસ્ત્રાવ વિકાસ એકમ, પાણી પુરવઠા (બાંધકામ) નેશનલ રૂરલ ડ્રીંકીંગ વોટર સપ્લાય કાર્યક્રમ, ડીઝીટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડસ આધુનિકીકરણ કાર્યક્રમ,પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના,(PMGSY) સંકલિત બાળ વિકાસ યોજના, સર્વશિક્ષા અભિયાન, જિલ્લા ખેતીવાડી યોજનાઓ, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના (DDUGJY) નેશનલ હેલ્થ મિશનની (NHM ), સામાજિક વનીકરણ, જિલ્લારોજગાર કચેરી, ખાણ ખનિજ વિભાગ, પ્રાયોજના વહીવટદાર કચેરીની યોજનાઓની સપ્ટેમ્બર અંત સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત કરી આપવામાં ઉપરાંત ગુણવત્તાભેર કામો કરવા પર ભાર મૂકયો હતો.

બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત

દિશા કમિટીની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.