મહીસાગરઃ દેશના નાગરિકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટનું આહ્વાન કર્યું છે. ત્યારે ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ રનનું આયોજન કરવામા આવ્યું છે. જેને સામાજિક અંતરની સાથે પોતાને ફિટ રાખવાની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને કરવામા આવ્યું છે.
લોકો પોતાની હેલ્થ પ્રત્યે વધુ સજાગ બને અને જાગૃત થાય તેવો પ્રેરક સંદેશ મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પુરો પાડ્યો છે. કલેક્ટરે સાયકલીંગ કરીને સોશિયલ મિડીયાના માધ્યમથી વીડિયો ટ્વિટ કરીને ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનનો સંદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, લોકોમાં વધુમાં વધુ ફીટનેશ પ્રત્યે જાગૃતતા વધે અને ફીટનેશનો મંત્ર જનજન સુધી પહોંચે તે માટે આગામી તારીખ 2 ઓક્ટોબર 2020 સુધીમાં આપનો પોતાનો અને પોતાના પરીવારનો જોગીંગ, રનીંગ કે વોકિંગ કરતો એક મિનિટનો વીડિયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ http://sgsu.gujarat.gov.in/ પર અપલોડ કરવાનો રહેશે અને સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ http://www.fitindia.gov.in/ પર અપલોડ કરવાની રહેશે.
આ અભિયાનના માધ્યમથી લોકોને ફિટનેશ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રનીંગ કે વોકિંગ કરતો એક મિનિટનો વીડિયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે અને સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ અભિયાનના માધ્યમથી લોકોને ફિટનેશ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.