ETV Bharat / state

મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જ દિવસમાં રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરાયો - Mahisagar District Administration

કોરોના વાઈરસ સામે લડવા કેન્દ્ર અને રાજય સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહી છે. કોરોના સામે લડવા અને લોકોની સુરક્ષા અને સલામતી માટે વહીવટીતંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે. આ માટે મહિસાગરમાં જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે. છતાં પણ હજુ ઘણા લોકો લાપરવાહી કરી રહ્યા છે. ત્યારે હાલમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે પોલીસતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો તેમજ ગાઇડલાઇનનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જ દિવસમાં રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરાયો

author img

By

Published : Apr 18, 2021, 8:29 PM IST

  • જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
  • ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
  • જિલ્લામાં કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ કુલ રૂપિયા 1,18,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો

મહીસાગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે. છતાં પણ હજુ ઘણા લોકો લાપરવાહી કરી રહ્યા છે. પોલીસ તંત્ર પણ એકશ્કનમાં આવી ગયું છે અને માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો તેમજ ગાઇડલાઇનનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો

માસ્ક પહેર્યા વગર ફરતા 118 વ્યકિતઓ પાસેથી રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરાયો

મહીસાગરવાસીઓને અવાર-નવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં હજુ લોકોમાં તેની અસર થતી જોવા મળી રહી નથી. જિલ્લામાં તારિખ 17ના રોજ માત્ર એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતાં 110 લોકો પાસેથી રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર તરફથી વસૂલ કરવામાં આવેલા દંડની તાલુકાવાર વિગતો જોઈએ તો લુણાવાડા તાલુકામાં 26, બાલાસિનોર તાલુકામાં 10, સંતરામપુર તાલુકામાં 23, કડાણા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 21 અને વિરપુર તાલુકામા28 વ્યકિતઓ મળીને કુલ 118 વ્યકિતઓ પાસેથી રૂપિયા 1,000 લેખે કુલ રૂપિયા1,18,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ

કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ 4 દુકાનો કરાઈ સીલ

જિલ્લામાં કોરોના ગાઇડ લાઇનનો ભંગ બદલ સંતરામપુર તાલુકાની 04 દુકાનો સીલ કરવામાં આવી હતી. જયારે બાલાસિનોરની 04 અને સંતરામપુરની 08 દુકાનો સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ તંત્ર તરફથી લગ્ન પ્રસંગ સંબંધી 2018 વ્યકિતઓને જાણકારી સાથે સમજ આપવામાં આવી હોવાની વિગતો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાપ્ત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.