મહીસાગર: જે સંદર્ભે ખાનપુર તાલુકાના જીતપુર-વડાગામ કન્ટેન્ટમેન્ટ એરિયાની જિલ્લા કલેકટર આર.બી બારડે મુલાકાત લીધી હતી. તેમણે કન્ટેન્ટમેન્ટ એરિયામાં આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી કામગીરીની જાત તપાસ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાથે વર્લ્ડ નર્સિંગ ડેના ઉપલ્ક્ષમાં કોરોનાને માત આપનાર આરોગ્યતંત્રના નર્સ એવા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરાયા હતા.
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા કલેક્ટરની મુલાકાત સમયે લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા અને સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.