મહિસાગર: લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. ટેમ્પોમાં સવાર 5થી વધુ જાનૈયાઓના મોત નીપજ્યાં છે. 22થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાંચથી વધુ જાનૈયાઓના મોત: મહિસાગરના લુણાવાડામાં લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. જેમાં પાંચથી વધુ લોકો મોતને ભેટ્યાં હતા, જ્યારે 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અક્સ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
Murder of bride and groom in Raipur: લગ્નના એક દિવસ બાદ રાયપુરમાં વર-કન્યાનો મળ્યો મૃતદેહ
ટેમ્પો પલટી ખાઈ જતા ખાઈમાં ખાબક્યો: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે મળતી વિગત અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠા ગામ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગઢાથી સાત તલાવ લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી ખાઈ જતા ખાઈમાં ખાબક્યો હતો. જેમાં 8 લોકોના મોત અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થળ પરના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યારે વધુ ગંભીર ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે બહાર ખસેડવામાં આવ્યા છે.
આઈસર ટેમ્પો અને ઇન્ડિકા ગાડી વચ્ચે અકસ્માત: મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બરોટે જણાવ્યુ હતું કે લુણાવાડાથી સંતરામપુર રોડ પર અડીને નજીકમાં એક છોટા આઈસર ટેમ્પો અને ઇન્ડિકા ગાડી વચ્ચે અકસ્માત થયેલો. જે અકસ્માતમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પાંચથી વધુ લોકોના મૃત્યુ થયા છે. એમાંથી 11 જેટલા લોકોને ઇજા વધારે હોવાથી ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યા છે. અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે.
હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ: આ અકસ્માતને લઈ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સરકારને આડે હાથ લીધી છે. તેમણે જણાવ્યુ કે આજે લુણાવાડાના અરીઠા મુકામે ગખ્વાર અકસ્માત થયો. તેમાં ટેમ્પો અને મારુતિ વાન સાથે અથડાતાં ટેમ્પો પલટી મારી જતાં 22 જેટલા માણસોને નાની મોટી ઇજાઓ થઈ છે. તેમાં 5 માણસોને ગંભીર ઇજાઓ હોઈ તેઓને બહાર મોકલવામાં આવેલ છે. બનાવમાં સામા સામે અથડાતાં ટેમ્પો પલટી મારતા ટેમ્પાનો જોઇન્ટ છૂટો પડી જતાં એમાં 30 જેટલા માણસોને ઇજા થઈ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, લુણાવાડામાં ડોક્ટરોના અભાવને કારણે અમારે ઇજા પામેલા માણસોને બહાર મોકલવા પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ સરકાર ડોક્ટરોનો પૂરો સ્ટાફ અહી મૂકતાં નથી, જો ખરેખર આજે ડોક્ટરો હોત તો કેટલાયની જિંદગી બચી ગઈ હોત.
Ahmedabad Crime : લગ્નપ્રસંગમાં ભેગા થયેલા કાપડના વેપારીઓ સહિત 89 શખ્સ ઘરમાં જુગાર રમતાં ઝડપાયા
પરિવારજનોમાં શોકનો માહોલ: અકસ્માતમાં નાનાં બાળકો સહિત ઘણા લોકોને ઈજા પહોંચી હતી. મૃતકોને પીએમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ફોરન્સિક દ્વારા તપાસ હાથ ધરાશે. અકસ્માતમાં મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.