- મહીસાગર જિલ્લાના મગનપુરા ગામના ખેડૂતો બાગાયતી પાકોની ખેતીમાં ઉદાહરણ રૂપ
- સામૂહિક નિર્ણય પદ્ધતિની ખેતી અપનાવી પ્રેરણાસ્ત્રોત બન્યા
- મગનપુરા ગામના પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી ખેતી કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બન્ય
મહીસાગરઃ જિલ્લો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી બાગાયતી ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર જિલ્લો બની રહ્યો છે, ત્યારે પારંપારિક ખેતીના સ્થાને અહીંના ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આધુનિક સાધનોનો ઉપયોગ કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બન્યા છે. 750 વીઘા જમીનમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક સદ્ધરતા મેળવી છે.
મગનપુરા ગામના ખેડૂતો ઉદાહરણરૂપ
આવા જ એક બાગાયતી ખેતીમાં પ્રગતિના શિખરો સર કરતા બાલાસિનોર તાલુકાના મગનપુરા ગામના પ્રગતિશીલ ખેડૂતો વિવિધ બાગાયતી પાકોમાં ઉદાહરણરૂપ અને સામૂહિક નિર્ણય પદ્ધતિની ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યાં છે. તેમના ગ્રામ્ય વિસ્તારની 750 વીઘા જમીનમાં મુખ્યત્વે પપૈયા, તરબૂચ, ડુંગળી, ટામેટા, વટાણા, વાલ જેવા પાકોની મલ્ચીંગ અને સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક સદ્ધરતા સાથે સફળતાના સોપાન સર કર્યા છે.
બાગાયતી વિભાગ દ્વારા માર્ગદર્શન
પારંપારિક ખેતીના સ્થાને બાગાયતી ખેતી જેવી કે પપૈયા, ટામેટા, ધાણાની ખેતીમાં સારી આવક મળી હતી અને હવે વેપારીઓ સાથે અગાઉથી કરેલા ભાવથી કોન્ટ્રાક્ટ ખેતર બેઠા પાકની ખરીદી કરીશે. જેથી ખેડૂતોએ એકતાથી સામે ખર્ચ કરી ખેતીના પાકોનું વજન કરવા માટે વે બ્રીજ વસાવ્યો છે. મગનપુરા ગામના અગ્રણી ખેડૂત મુકેશ પટેલ જણાવે છે કે, બાગાયતી વિભાગ તરફથી મળતા માર્ગદર્શનના આધારે પારંપારિક ખેતીના સ્થાને બાગાયતી ખેતી જેવી કે પપૈયા, ટામેટા, ધાણા જેવી ખેતી કરી અમને સારી આવક મળે છે. અમારા ગામમાં 22 પરિવારને 750 વીઘા જમીનમાં વિસ્તારમાં ડ્રિપ એરીગેશનથી બાગાયતી ખેતી કરી ગામના સામૂહિક એક સંપ થઇ તમામ ખેતી વિષયક બાબતો નક્કી કરવામાં આવે છે. વેપારીઓ સાથે અગાઉથી કરેલા ભાવથી કોન્ટ્રાક્ટ દ્વારા ખેતર બેઠા પાકની ખરીદી થાય છે અને વધુ આવક મેળવી આર્થિક સદ્ધરતા તરફ વળતા ગામ અગ્રેસર બન્યું છે. અમે ખેડૂતો એકતાથી સામૂહિક ખર્ચ કરી ખેતીના પાકોનું વજન કરવા માટે વે બ્રીજ પણ વસાવ્યો છે.
ઉત્સાહી ખેડૂતોની મુલાકાત
મહીસાગર જિલ્લામાં 12 થી 14 હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો સરકારની બાગાયત વિભાગની ફળ પાકો અને શાકભાજી પાકોમાં વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવે છે. મહિસાગર જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા અવારનવાર આ ગામના ઉત્સાહી ખેડૂતોની મુલાકાત લઇ સરકારની વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપી માર્ગદર્શન આપવામાં આવે છે અને ખેડૂતો સરકારને બાગાયત વિભાગની ફળ પાકો અને શાકભાજી પાકોમાં વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવે છે. બાગાયત અધિકારી સી.કે.પટેલીયાના જણાવ્યા અનુસાર જિલ્લામાં 12 થી 14 હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર થાય છે. કચેરીના માર્ગદર્શનમાં અગાઉની સરખામણીએ બાગાયતી પાકો તરફ ખેડૂતોનો ઝોક વધ્યો છે.
મગનપુરા ગામ જિલ્લાનું બાગાયતી ખેતીનું એક યુનિક ગામ બન્યું
ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી બાગાયત ખેતી કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બન્યા છે. જિલ્લાનું બાગાયત ખેતીનું એક યુનિક ગામ મગનપુરા બન્યું છે.