આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવકે સરકારની આરોગ્યલક્ષી મા અમૃતમ યોજનાનો લાભ વરિષ્ઠ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સમગ્ર આયોજનની સરાહના કરતાં સંવેદનશીલ સરકારની માનવતાવાદી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ યોજવામાં આવેલા કેમ્પમાં સરગવા મહુડી ગામની આજુ બાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને કેમ્પમાં ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકોના માં કાર્ડનું રજીસ્ટ્રેશન ઉપરાંત તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી રેણુકાબેન, માં અમૃતમ કાર્ડના પ્રોગ્રામ ઓફિસર સઈદ શેખ, પી.એચ.સી.સેન્ટરના તબીબ ઉર્મિલાબેન કટારા, અગ્રણીઓ, ગ્રામ્ય વિકાસ મંડળના પ્રમુખ ભુલાભાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વધુમાં વધુ સીનીયર સીટીઝન માં અમૃતમ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે ગ્રામ્ય વિકાસ મંડળ સરગવા મહુડીના સભ્યોએ સુચારુ આયોજન કરી જહેમત ઉઠાવી હતી.