બાલાસિનોર : જ્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસ સત્તત વધી રહ્યા છે ત્યારે સરકાર લોકોને સત્તત સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરતી હોય છે. આ વિષે તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, ટીવી મીડિયા, તેમજ પોલીસ તંત્ર દ્વારા મેસેજ કરીને લોકોને કોરોના વાઇરસથી બચવા સોસિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા તેમજ તેનાથી થતી ગંભીર બીમારીથી જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવે છે.
મંગળવારે બાલાસિનોરમાં સલિયાવડી દરવાજા પાસે BOBની શાખામાં પોતાના જનધન ખાતામાં જમા થયેલા રૂપિયા ઉપાડવા માટે ખેડૂતો અને ગરીબ જનતાએ લાઇન લગાવી હતી. જેમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
આ ગંભીર રોગની પરવા કર્યા વિના લોકોએ માસ્ક વગર લાંબી લાઈન લગાવી હતી. સરકાર વારંવાર લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવી રહી છે. પરંતુ લોકો આ ભયાનક બીમારીને આમંત્રણ આપતા હોય તેવું જણાઈ રહ્યું છે. તંત્ર દ્વારા પણ વારંવાર જાગૃત રહેવા અપીલ કરવામાં આવે છે, પરંતું લોકો હજી પણ આ રોગને ગંભીરતાથી લઈ રહ્યા નથી.