ETV Bharat / state

Mahisagar Crime: મિત્ર જ બન્યો યમરાજ, મહીસાગરમાં બનેલ લૂંટ વિથ મર્ડરમાં મોટો ધડાકો

મહીસાગર, સંતરામપુર મહીસાગરમાં કાર બળીને ભડથું થવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મહિસાગરમાં બાલાસિનોરના ICICI બેન્ક મેનેજર વિશાલ ઉત્તમ પાટીલની પૈસા મામલે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મોડીરાત્રે કારમાં આગ લાગતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મેનેજરનો મૃતદેહ કડાણા રોડ પર ડાહ્યાપુર પાસેથી મળી આવ્યો છે.

મિત્ર જ બન્યો યમરાજ, મહીસાગરમાં બનેલ લૂંટ વિથ મર્ડરમાં મોટો ધડાકો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 8:36 AM IST

મિત્ર જ બન્યો યમરાજ, મહીસાગરમાં બનેલ લૂંટ વિથ મર્ડરમાં મોટો ધડાકો

મહીસાગર: બેન્ક મેનેજર 1 કરોડ 18 લાખની રકમ લઇને જઇ રહ્યા હતા, ત્યારે તેના જ મિત્રએ ગોળી મારીને તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બેન્ક મેનેજર વિશાલ પાટીલની પૈસા મામલે હત્યા કરાઈ હતી. સંતરામપુર LCB પોલીસ દ્વારા શકમંદની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી છે.

sp મહીસાગર જયદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે: આરોપી હર્ષિલ પટેલ અને બેન્ક મેનેજર ચારેક વર્ષથી મિત્રો છે. એકબીજાને સારી રીતે પરિચયમાં છે. આ સમય દરમ્યાન 15 થી વધારે કોલ બંને વચ્ચે થયેલા છે. પ્રત્યેક દર્શીઓથી પણ જાણવા મળેલ છે. ઇન્ફોર્મર પાસેથી પણ માહિતી હતી કે આ બંને સાથે હતા. મિત્રો હતા એટલે શંકા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. મિત્રતામાં હર્ષિલ પટેલ જોયું કે, ગાડીમાં આટલા મોટા પ્રમાણમાં પૈસા છે, ત્યારે તેની દાનત બગડી અને યોગ્ય મોકો જોઈ તેની હત્યા કરી.

બેન્ક મેનેજરના સતત સંપર્કમાં: ગોઠીબ ગામનો 22 વર્ષીય હર્ષિલ ધર્મેન્દ્રભાઇ પટેલ બનાવ બન્યો એ સમગ્ર દિવસ દરમિયાન બેન્ક મેનેજરના સતત સંપર્કમાં રહેલો હતો. હર્ષિલને શંકા આધારે પૂછપરછ કરવા બોલાવતાં તેના માથાના વાળ તથા દાઢીના વાળ બળેલા હતા.જેથી તેના ઘટના બાબતે શક વધારે મજબૂત થતાં હર્ષિલની વધુ પુછપરછ કરતાં સમગ્ર બનાવની હકીકત ઉજાગર થઈ હતી. આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે.

પોલીસને મળી બાતમી: તપાસ દરમિયાન LCB સ્ટાફને સચોટ બાતમી મળી હતી કે ગોઠીબ ગામનો 22 વર્ષીય હર્ષિલ ધર્મેન્દ્રભાઇ પટેલ બનાવ બન્યો એ સમગ્ર દિવસ દરમિયાન બેન્ક મેનેજરના સતત સંપર્કમાં હતો. બેન્ક મેનેજર વિશાલ ઉત્તમ પાટીલ પોતે અગાઉ લીમખેડા તાલુકાના પાણીયા ગામની બેન્કમાં નોકરી કરતા હતા. આરોપી હર્ષિલના માતા પિતા પણ શિક્ષક તરીકે ત્યાંના નજીકના ગામમાં નોકરી કરતા હતા. જેથી વિશાલ પાટીલ અને હર્ષિલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ગોળી મારી તેનું મર્ડર: પૈસા માટે હર્ષિલની દાનત બગડતાં પ્લાનિંગ કરી વિશાલના માથામાં ગોળી મારી તેનું મર્ડર કર્યું હતું. ઘટના સ્થળેથી આશરે 15 કિલોમીટર દૂર લઈ ગયો હતો. તેને આખી ક્રેટા સળગાવી નાખી હતી. ત્યારબાદ જે રકમ હતી તે પોતાના ગામ ગોઠીબ લઇ જઈ સમગ્ર રકમ સગેવગે કરી દીધી હતી. પોલીસે આરોપી હર્ષિલ પટેલની અટક કરેલ છે. તેની પાસેથી 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ રીકવર કરેલ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર પર રીકવર કરેલ છે.

  1. Mumbai Fire: ગોરેગાંવમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 6ના મોત, 39 લોકો સારવાર હેઠળ
  2. Surat Crime : પ્રતિષ્ઠિત વ્યક્તિના નામે રૂપિયા પડાવતો ભેજાબાજ ઠગ ઝડપાયો, સુરત ક્રાઈમબ્રાંચની કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.