આ અવસરે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ઉપસ્થિત ખેલાડીઓને જણાવ્યું હતું કે રમત-ગમત ક્ષેત્રે ખેલ દીલની ભાવના કેળવી આગળ વધી જિલ્લાનું નામ રોશન કરવા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કલેક્ટર આર.બી. બારડે મેદાન પર ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે ખેલ મહાકુંભ એ ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનું સુંદર પ્લેટ ફોર્મ છે. આ ઝોનકક્ષાની ખો ખો સ્પર્ધાને સફળ બનાવવા મહીસાગર જિલ્લા રમતગમત અધિકારી મયુરીબેન ગોહીલ, ખોખો નોડલ અધિકારી રાહુલ સાગઠીયા અને ચીફ રેફરી બપાતી સહિત વિવિધ ટીમોના મેનેજરે જહેમત ઉઠાવી હતી.
આ સ્પર્ધામાં 35 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ માહોલમાં પોતાની ખેલ પ્રતિભાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતુ. જેમાંથી ભાઈઓ અને બહેનોમાં પ્રથમ અને દ્વિતીય એમ કુલ ચાર ટીમો રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. પરાજીત ટીમોએ આગામી વર્ષે પુન: સારા દેખાવ માટે આશા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.