મહીસાગર: જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી હતી અને જનજાગૃતિ સંદેશ આપતા કહ્યુ કે, અમારા ધર્મગુરૂ સૈયદનાએ પણ ખાસ માર્ગદર્શન આપ્યુ છે.
આ તકે તેઓએ સરકારના પ્રયાસોમાં સહભાગી થઇ તેમની સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે અને કહ્યું કે આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરવો જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ, મોં અને નાકને સ્પર્શ કરવા, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, તેમજ એકબીજાથી અંતર રાખવું,અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું. આ ઉપરાંત ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, રોગથી ભય ન પામતા સૌએ સાથે મળી આ વાઇરસથી મુક્તિ મેળવીએ અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.