સવારના હરિકૃષ્ણ મહારાજની મહાપૂજા બાદ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજના દૂધના અભિષેક તેમજ આરતી કરવામાં આવી હતી. આ સાથે બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં 4થાપાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજે ઉપસ્થિત રહી સત્સંગીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતું કે, "મંદિરે જાવ અને ભગવાનના દર્શને જાવ તેમાં ફરકછે. ભગવાનના દર્શન કરવા મુશ્કેલ છે. દર્શન કરતાં 30 સેકંડમાં 300 વિચાર આવે માળા ફેરવતા વિચારો આવે, આજે મકાનો મોટા અને મોકળાશવાળા થયા પણ મનની અંદર મોકળાશ થાય તે સાચી મોકળાશ. બાલાસિનોરમાં વડીલોએ ઇતિહાસ જાળવી રાખ્યો છે.
અગાઉના જમાનામાં આજના જેમલોકો સુખી નહોતા. સુખ સંસ્કારોથી મળે છે અને સંસ્કાર આપવા જેવી અઘરી વસ્તુ કોઈ નથી. વાતાવરણથી સંસ્કાર આવે છે, જે ઘરનું વાતાવરણ ધર્મનું હોય તે આપોઆપ સંતાનોમાં ઉતરી આવે છે. આપના સુખમાં વડીલોનું યોગદાન છે. આપના ભૂતકાળની જાણ નવી પેઢીને પણ હોવી જોઈએ.178માં પાટોત્સવ અને કથા પારાયણના મુખ્ય યજમાન જગન્નાથ સોમેશ્વર સુથાર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
29મી માર્ચથી1લીએપ્રિલ દરમ્યાનરોજ રાત્રે સત્સંગી જીવન શાસ્ત્રની કથાના પારાયણ થશે. જેના વક્તાપદે સ્વામિ ભગવાનાદાસજી (જેતલપુર વાળા અંજલિ મંદિર) કથાનું રસપાન કરાવશે. 2જીએપ્રિલે 178માં પાટોત્સવ પ્રસંગે સવારે મહાપૂજા, અભિષેક, અન્નકૂટ દર્શન, કથાની પૂર્ણાહુતિ સાથે જસંતો આશીર્વચન પાઠવશે.