ETV Bharat / state

મહીસાગર ઉદ્યોગ કેન્દ્ર અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન અને સેમિનાર યોજાયો - સેમિનાર

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોલ ખાતે ઔદ્યોગિક માર્ગદર્શક સેમિનારને મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લા મુકવામાં આવ્યો હતો.

ઉદ્યોગ કેન્દ્ર અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન અને સેમિનાર યોજાયો

author img

By

Published : Feb 18, 2020, 7:06 PM IST

મહીસાગર : ઉદ્યોગ કેન્દ્ર તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં પ્રાંત અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરેલ છે, ત્યારે એમ.એસ.એમ.ઈ ફેસીલીટી સ્ટેશન ડેસ્ક ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે ઉત્કૃષ્ટતા લાવવા સરકારે પહેલ કરી છે. જેથી મહિસાગર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે. આ સાથે મહિસાગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ઝડપી થાય તે માટે ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા લાગણી વ્યક્ત કરી હતી.

ઉદ્યોગ કેન્દ્ર અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન અને સેમિનાર યોજાયો

વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લામાં ઉદ્યોગના વિકાસ માટે કનેક્ટિવિટી સારી છે, ત્યારે તમામ ઉદ્યોગ સાહસિકોએ જિલ્લાના વિકાસ માટે પ્રાધાન્ય આપી ઉદ્યોગિક વિકાસ ઝડપી થાય અને જિલ્લામાં નવી રોજગારીનું નિર્માણ થાય તે માટે અગ્રતા આપવા અભિગમ વ્યક્ત કર્યો હતો.

આ સેમિનારમાં એમ.એસ.એમ.ઈ NSA સાથે ત્રણ યોજનાઓના અને બેંક.ઓફ.બરોડા સાથેના MOU અંગે માહિતી ઉપરાંત ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની વિવિધ પ્રોત્સાહનો યોજનાની જાણકારી અને માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં ઉદ્યોગ એકમો માટે પ્રોત્સાહન યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવા વક્તાઓ દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ અવસરે નૈનેષભાઈ ઝવેરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવોના હસ્તે શ્રમયોગીઓને રોજગારી માટે વિકલાંગોને ટ્રાઇસિકલ આપવામાં આવી હતી. આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર આર.રાઠવા, એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રીયાજ શેખ, બાલાસિનોરના ઔદ્યોગિક વસાહત પ્રમુખ વિનોદ શાહ, બેંક મેનેજર, બેંક અધિકારીઓ, ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ-કર્મચારીઓ, ઔદ્યોગિક એકમના માલિકો, યુવા ઉધોગકારો, રોજગારી મેળવવા લાભાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.