ETV Bharat / state

ભારતના પ્રથમ ડાયનાસોર પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી - Former Chief Minister

મહીસાગર જિલ્લામાં આવેલા રૈયોલી ગામમાં ડાયનાસોર પાર્ક જોવા મોટી સંખ્યામાં (India first dinosaur park ) પ્રવાસીઓની ભીડ ઉમટી હતી.વેકેશન માણવા ડાયનાસોરનું ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ જોવા માટે રાજ્યના અનેક સ્થળોએથી પ્રવાસીઓનો ઘસારો અહીં વધ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તારીખ 8 જૂન 2019ના દિવસે આ ડાયનાસોર મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ ડાયનસોર મ્યૂઝિયમ શરૂ થતા રાજ્યના આ પાર્કે વિશ્વના ત્રીજા સૌથી મોટા વિશિષ્ટ ડાયનાસોર ફોસિલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સાથે જ આ ફોસિલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બન્યો છે

ભારતના પ્રથમ ડાયનાસોર પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી

author img

By

Published : Nov 2, 2022, 6:40 PM IST

મહીસાગર બાલાસિનોર મહીસાગર જિલ્લામાં આવેલા રૈયોલી ગામમાં વિશ્વનો ત્રીજું અને ભારતનું પ્રથમ ડાયનાસોર (India first dinosaur park ) પાર્ક આવેલું છે. આ વખતે દિવાળીના તહેવારની રજા નિમિત્તે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય જગ્યાએથી આવતા પ્રવાસીઓ આ પાર્કનો લ્હાવો લઈ રહ્યા છે. સાથે જ પ્રવાસીઓ ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી જાણકારી પણ મેળવી રહ્યા છે. અંહી પુખ્ત વયના માટે ટિકિટનો દર 70 રૂપિયા, બાળકો માટે 30 રૂપિયા, અને વિદેશી ટુરિસ્ટ માટે 400 રૂપિયા છે. આ ઉપરાંત 5D ફિલ્મના 50 રૂપિયા અને VR ફિલ્મના 50 રૂપિયા અલગથી ચાર્જ લાગે છે.

ભારતના પ્રથમ ડાયનાસોર પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી

પાર્ક અને મ્યુઝિયમ રાજ્યમાં જોવાલાયક સ્થળો અનેક છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરનું ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે વેકેશન માણવા ડાયનાસોરનું ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ જોવા માટે રાજ્યના અનેક સ્થળોએથી પ્રવાસીઓનો ઘસારો અહીં વધ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તારીખ 8 જૂન 2019ના દિવસે આ ડાયનાસોર મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ ડાયનસોર મ્યૂઝિયમ શરૂ થતા રાજ્યના આ પાર્કે વિશ્વના ત્રીજા સૌથી મોટા વિશિષ્ટ ડાયનાસોર ફોસિલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સાથે જ આ ફોસિલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બન્યો છે.

જરૂરી સુવિધાઓ ઈન્ફોર્મેટિક સેન્ટર અને સંગ્રહાલય, ડાયનાસોરના વિવિધ અવશેષોનું પ્રદર્શન પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલીમાંઈન્ફોર્મેટિક સેન્ટર-સંગ્રહાલય અને ફોસિલ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ 6 જેટલી ગેલેરીઓમાં ફેલાયેલા આ મ્યૂઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર બન્યું છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, ડાયનાસોરના અલગ-અલગ મોડેલ્સ, વિશાળકાય ડાયનાસોરનું જીવનચક્ર અને ડાયનાસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહિતી પણ અહીં દર્શાવવામાં આવી છે. વર્ષ 1983 અને ત્યારબાદ વર્ષ 2003માં જે ઈંડા અને ડાયનાસોરના વિવિધ ભાગોના અવશેષો હાડકા મળ્યા હતા. તેને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

સૌથી મોટી ફોસિલ વસાહત વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસિલ વસાહત, પેલિયોન્ટોલોજિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર રૈયોલી ગામમાં સંશોધન દરમિયાન આજથી 37 વર્ષ પહેલાં વિશાળકાય ડાયનાસોરની પ્રજાતિઓના હાડકારૂપી અવશેષો મળ્યા હતા, જે આજથી સાડા છ હજાર વર્ષ પહેલાનું હોવાનું અનુમાન છે. આ ડાયનાસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસિલ વસાહત છે. વર્ષ 2003માં અહીંથી ડાયનાસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસોરસ રેક્સ કૂળની હતી, જે નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પ્રાપ્ત થઈ હતી. રૈયોલી ગામમાં આશરે 52 હેક્ટર વિસ્તારમાં ડાયનોસોરના ઈતિહાસની ગાથા જણાવતું માહિતીસભર મ્યૂઝિયમ અને ફોસિલ પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

ડાયનોસોરને લાઈવ જોતાં આણંદથી આવેલી મૌલીએ પોતાનો અનુભવ જણાવ્યો હતો કે અમારો અનુભવ થ્રીલિંગ રહ્યો હતો. 5 D થિયેટર હતું તેમાં બહુ મજા આવી. આપણે ડાયનોસોરને લાઈવ જોતાં હોય તેવું લાગ્યું કે તેના ફોસિલ્સ જોયા .આપણને ખબર પડે આપણાં ઇતિહાસની કે કેવી રીતે એસ્ટ્રોરોઈડથી પૃથ્વી પરની તેની પ્રજાતિ ખત્મ થઈ, એટલે બહુ સારો અનુભવ રહ્યો, બધાએ અહી આવવું જોઈએ. કે આપણી ધરતી પર શું ચાલી રહ્યું છે. મૌલીએ પોતાનો અનુભવ જણાવી લોકોને આ પાર્ક જોવા માટે આગ્રહ કર્યો.

ઇતિહાસની માહિતી જનોડથી પોતાના મિત્રો સાથે આવેલી અંકિતા સોલંકી એ જણાવ્યુ કે આ જોવાલાયક સ્થળ છે. અહી દરેકે આવવું જોઈએ. ઇતિહાસની માહિતી લેવી ખુબજ જરૂરી છે. અહિયાં 3D શો ખુબજ સરસ છે. તેમાં સરસ જોવાનું છે દરેકે જોવું જોઈએ. જે જૂના અવશેષો છે, તેના વિષે પૂરી માહિતી આપે છે. દરેક વસ્તુ લખેલી છે તે પરથી આપણને જાણ થાય છે. બહું જ જોવાલાયક સ્થળ છે. અહિયાં ડાયનોસોર અને તેના ઈંડા, તેનો કેવી રીતે જન્મ થયો, કેવી રીતે તેના બીજા ઈંડા મળ્યા હતા, કેવી રીતે તેનો અંત આવ્યો હતો તે અહી ખુબજ સરસ જણાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.