ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા, કુલ સંખ્યા 335 થઈ - Gujarat Corona News

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં સોમવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોનાના કેસની કુલ સંખ્યા 335 પર પહોંચી છે.

Mahisagar district, 12 new cases
મહીસાગરમાં કોરોના નવા 12 કેસ નોંધાયો, કુલ સંખ્યા 335 થઈ
author img

By

Published : Jul 28, 2020, 12:19 AM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં સોમવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોનાના કેસની કુલ સંખ્યા 335 પર પહોંચી છે.

જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જે નવા કેસમાં જિલ્લાના વડા મથક લુણાવાડામાં 5 કેસ, સંતરામપુરમાં 4, બાલાસિનોરમાં 2 અને ખાનપુરમાં 1 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ મૃત્યુ આંક 19 નોંધાયો છે. કોરોનાના કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે સોમવારે 2 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જોકે અત્યાર સુધીમાં 335 કેસમાંથી 215 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 38 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, તેમજ અન્ય 61 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 92 દર્દીઓ સ્ટેબલ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.