મહીસાગરઃ જીલ્લા કલેકટર આર.બી. બારડના માર્ગદર્શન હેઠળ જીલ્લા સ્વાસ્થ્યતંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે નાનામાં નાની કાળજી લઇ અનેક કાર્યો હાથ ધરાયા છે. આ અંતર્ગત જે વ્યક્તિના સંપર્કમાં રોજ વધુ લોકો આવતા હોય તેવા લોકોની સ્વાસ્થયની ચકાસણી કરવી અત્યારે ઘણી જ મહત્ત્વની બની ગઈ છે.
જેમાં શાકભાજીના ફેરીયા, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાનોના વેપારી તેમજ દૂધના પાર્લર જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓની આરોગ્ય તપાસ લુણાવાડા નગરનાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા શહેરના વિસ્તારમાં ફરીને થર્મલ ગનથી તેમના શરીરનું તાપમાન માપી અને સામાજિક અંતર જાળવવા તેમજ માસ્કનાં ઉપયોગ અંગે અને હાથ કેવી રીતે સ્વચ્છ રાખવા તે બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.