મહીસાગરઃ જિલ્લાના વિરપુર તાલુકાના એક ગામમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વિરપુરના ખરોડગ્રામ પંચાયતના કૃષ્ણપુરામાં શુક્રવારે બપોરના સમયે ભીષણ આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગવિદ્યુત વાયરના લીધે લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.
જિલ્લાના વિરપુર તાલુકામાં વિરપુરના ખરોડગ્રામ પંચાયતના કૃષ્ણપુરામાં શુક્રવારે બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ગ્રામજનો દ્વારા પશુમાટે એકઠ્ઠો કરેલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
આ ઘટના બનતા ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સહિત વિરપુર તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ લુણાવાડા ફાયર ફાઇટરને બોલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ખેડૂતોને અંદાજીત દોઢ લાખ ઉપરનું નુકસાન થયું હતું.