લુણાવાડા: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસએ કહેર મચાવ્યો છે. કોરાના વાઇરસના સંક્રમણથી બચવા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ સારી હોવી જરૂરી છે અને જે માટે સમગ્ર મહીસાગર જિલ્લાના દસ લાખથી વધુ જિલ્લાવાસીઓને કોરોના વાઇરસ સામે રક્ષણ મળે તે માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિઓપેથીક દવા આર્સેનિક અલ્બા 200 જિલ્લાના દાતાઓ તરફથી જિલ્લાના આરોગ્ય વિભાગને દાનમાં આપવામાં આવી છે.
દાનમાં મળેલ હોમિઓપેથીક દવાનું જિલ્લા આરોગ્ય અધિકારી સૂચના અન્વયે મહીસાગર જિલ્લાની જાહેર જનતાને કોરોના વાઇરસ સામે રક્ષણ મળે તે માટે સિગ્નલ ડોઝના બીજા રાઉન્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિઓપેથીક દવા આર્સેનિક અલ્બ 200નું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દવા કેવી રીતે લેવી તેની સમજણ પણ આપવામાં આવી રહી છે.