મહીસાગર: આ આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષા સુધીના આરોગ્ય કર્મીઓએ જિલ્લાના ગામે ગામ લોકડાઉન દરમિયાન અને અનલોકના સમયમાં પણ પોતાના કે પોતાના પરીવારની પરવા કર્યા સિવાય જિલ્લાના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે અવિરત થાક્યા વગર પોતાની કામગીરી કરી રહ્યા છે.

આરોગ્ય કર્મીઓની આ કામગીરીમાં તાલુકા ફીમેલ હેલ્થ વર્કર, આશાવર્કર બહેનો, સરપંચો, પ્રાથમિક શિક્ષકો, સેવાભાવી સામાજિક સંસ્થાઓ, સ્વયંસેવકોનો પણ એટલો જ સહયોગ સાંપડી રહ્યો છે.
જેના ભાગરૂપે તાજેતરમાં કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણના 7 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને તેમની 22 ટીમો દ્વારા કેન્દ્ર-રાજય સરકાર અને જિલ્લાની વિવિધ જાહેરનામાઓની ગાઇડનું પાલન કરી માસ્ક અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરી કોમોરબીડ દર્દીઓનું સર્વે કરવામાં આવ્યું હતું.

આ સર્વે દરમિયાન BP ના 255 દર્દીઓ, અસ્થમાના 33 દર્દીઓ, કેન્સરના-10 દર્દીઓ, ડાયાબિટીસના-151 દર્દીઓનું અને કીડની ડાયાલિસીસના-1 દર્દીનું સ્ક્રનીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટી.બી.ના 39 દર્દીઓ અને 216 સગર્ભા માતાઓનું સ્ક્રીનીંગ કરી તમામ દર્દીઓને કોરાના સામે રક્ષણ મેળવવા અંગેની સમજ આપવામાં આવી હતી. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ દ્વારા 705 જેટલા કાપડના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.