મહીસાગરઃ લોકડાઉનના સમય દરમિયાન રોજગાર મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો પોતાના ઘરે સુરક્ષિત રહી જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા લઈ શકે તે માટે મહીસાગર જિલ્લાની રોજગાર કચેરી લુણાવાડા દ્વારા કચેરીનો હેલ્પ લાઈન નંબર જાહેર કરેલ છે.
જાહેર કરેલ હેલ્પલાઇન નંબર (02674-250306) પર જાહેર રજા સિવાયના દિવસોમાં કોલ કરી વિદ્યાર્થીઓ તેમના કારકિર્દી ઘડતર માટે રોજગારીની તકો, સ્વ રોજગારીની તકો,
આર્મી, નેવી, એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સમાં ભરતી અંગેની માહિતી, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમમાં જોડાવા અંગેની માહિતી વિના મૂલ્યે મેળવી શકશે.
જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવવા માંગતા ઉમેદવારો અને નોકરીદાતાએ પોતાનું પૂરું નામ, સરનામું, email આઇડી અને કોન્ટેક નંબર, સેવા નામની
વિગત સાથે કચેરીના ઇમેલ આઇડી employmentmahisagar@yahoo.in પર ઈ-મેઈલ પણ કરી માહિતી મેળવી શકશે.