- સંજીવની રથની ટીમ દ્વારા આરોગ્ય તપાસ
- હોમ આઇસોલેશન દરમિયાન દર્દીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજ અપાઇ
મહીસાગરઃ covid-19 સંદર્ભે નાગરિકોમાં જાગૃતિ આવે તેમજ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત રાખી શકાય તેવા ઉમદા હેતુસર સંજીવની રથની RBSK ટીમ દ્વારા લુણાવાડા નગર વિસ્તારમાં હોમ આઇસોલેશન કરેલા કોરોના દર્દીઓની ઘરે-ઘરે જઈ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેનાથી દર્દીઓમાં આત્મવિશ્વાસ દૃઢ બને તેમજ તેમને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે.
આ પણ વાંચોઃ વડોદરા ભાજપ સંગઠને 4 ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી
હોમ આઇસોલેશન દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવું
સંજીવની રથની ટીમ દ્વારા તેમની આરોગ્ય તપાસણી, હોમ આઇસોલેશન દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. આમ જિલ્લા આરોગ્યતંત્રના તમામ આરોગ્ય કર્મીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નશીલ રહી ફરજ અદા કરી રહ્યા છે. સાથે તમામને ફરજિયાત માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સેનિટાઈઝરના ઉપયોગ માટે વિશેષ સમજ આપવામાં આવી રહી છે.