ETV Bharat / state

મહીસાગરમાં રાજપૂત મહિલા સંગઠન દ્વારા રાહત દરે PPE કીટનું વિતરણ - મહીસાગર જિલ્લાના સમાચાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા રાજપૂત મહિલા સંગઠનમાં પ્રમુખ નીરૂબા ધીરેન્દ્રસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ખાદ્યસામગ્રી જેવી કે મઠીયા,વેફર, અથાણું, પડિયા પતરાળા બનાવીને હોલસેલમાં વેચવા ઉપરાંત હવે આ મહિલાઓ કોરોના વોરિયર બની પીપીઈ કીટ બનાવી તેનું વિતરણ પણ કરી રહી છે.

મહીસાગરમાં રાજપૂત મહિલા સંગઠન દ્વારા રાહત દરે PPE ગાઉનનું વિતરણ

author img

By

Published : Jun 7, 2020, 11:03 PM IST

મહીસાગર : રાજપૂત મહિલા સંગઠનના પ્રમુખ નીરૂબા સોલંકી જણાવે છે કે, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ અમને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતનો સંદેશ અને લોકલ ટુ વોકલનું મહત્વ સમજાવ્યું. ત્યારે કોરોના મહામારીના સમયમાં લોકોની મદદ કરવા માટે અમે પીપીઇ કીટ બનાવવાનો વિચાર કર્યો જે પછી નેહા કુમારીના માર્ગદર્શનના પગલે આ કાર્ય ઉપાડી લીધું હતું.

પીપીઇ કીટ બનાવવા અમે એક્સપર્ટ ક્વોલિટીનું રો મટીરિયલ મંગાવ્યું, જેમાં 80 જીએસએમ નોન વુવન પ્લાસ્ટીક કોટેડ કાપડ, ચેન, વેલક્રો, ઇલાસ્ટિક, દોરો, સેનેટાઇઝર, પેકિંગ મટીરીયલ લાવવામાં આવ્યું. પીપીઇ કીટ બનાવવામાં સોશિયલ ડિસ્ટન્સીંન્ગ જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા વ્યક્તિઓનો ઉપયોગ કરી માસ્ક સહિત તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

ત્રણ મહિલાઓ વિલાસબા સોલંકી, સંતોષબા પઢીયાર અને સ્મિતાબા જ્યારે એક પુરુષ ટેલર રાજુભાઈએ મળીને આ કીટ તૈયાર કરી રહ્યા છે. તેમની આ મુહિમને પગલે જિલ્લા પંચાયત તરફથી પણ તેમને ઓર્ડર આપવામાં આવ્યો છે.

પીપીઇ કીટમાં કોઈપણ જાતના કીટાણું ન લાગે તેનું સંપૂર્ણ ધ્યાન રાખીને પેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ પ્રારંભિક તબક્કે 220 પીપીઇ ગાઉન બનાવવામાં આવ્યા છે જે જિલ્લા પંચાયતને અર્પણ કરવામાં આવ્યા છે. આ કીટ બજાર કરતાં અડધી કિંમતે એટલે કે રૂપિયા 350/-માં તૈયાર કરી શકાય છે.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તબીબો, નર્સિંગ સ્ટાફ અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામ માટે પીપીઇ કીટ કીટ જરૂરી છે. અને પીપીઇ કીટ એક ચેલેન્જ હતી. આ ચેલેન્જને જિલ્લાની આ બહેનોએ સ્વીકારીને જે કાર્ય પાર પાડયું છે તેનો ગર્વ છે અને તેમાંય માત્ર રૂપિયા 350/-માં આ પીપીઇ કીટ તૈયાર કરીને વડાપ્રધાનના લોકલ ટુ વોકલને પ્રાધાન્ય મળવાની સાથે મહિલા સશક્તિકરણ અને રોજગારીમાં આ કાર્ય મોટો ભાગ ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.